<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

જન્‍માષ્‍ટમીનો રંગ જામતો જાય છે : ૫૬ ઉપાધ્‍યક્ષો જાહેર

દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, મીરાનો માધવ ગિરિધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે... વલ્લભભાઇ દુધાત્રા, કાળુમામા, રાજુ ઝુંઝા, ધીરૂભાઇ વીરડિયા, તેજસ ભટ્ટી, ડો. હિરેન વિસાણી, કૌશિક સરધારા, મિતલ ખેતાણી, નયન પજવાણી, વિજય કારિયા, ધર્મેન્‍દ્રસિંહ રાણા અને ૯ બહેનોના નામ જાહેર

રાજકોટ તા. ૧૪ : વિ.હિ.પ. પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા શ્રીકૃષ્‍ણનો જન્‍મોત્‍સવ ભવ્‍ય અને દિવ્‍ય રીતે ઉજવવા વિવિધ વર્ગો મહોત્‍સવમાં જોડાય તેવી ભાવના સાથે દર વર્ષે સમિતિ દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજ, ક્ષેત્ર પૈકી અનેકવિધ આગેવાનોની નિમણુંક ઉપાઘ્‍યક્ષ તરીકે કરવામાં આવતી હોય છે. આ ઉપાઘ્‍યક્ષો જન્‍માષ્‍ટમી મહોત્‍સવમાં સમગ્ર સમાજને જોડવાનું ભગીરથ કાર્ય કરે છે. આવી અગત્‍યની સાકળરૂપી સેતુ બનવાની જવાબદારી નિભાવવા ૫૬ જેટલા આગેવાનોની ઉપાઘ્‍યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

જન્‍માષ્‍ટમી મહોત્‍સવ દરમ્‍યાન સૌ સાથે મળી જગતના નાથી દ્વારકાધીશને હરખભેર વધાવે તેવા શુભ હેતુથી સમાજને વિ.હિ.પ. સાથે જોડતી કળીરૂપ એવા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપાઘ્‍યક્ષ તરીકે હાલમાં વરણી કરવામાં આવી છે. જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ-ર૦ર૪ ના ઉપાઘ્‍યક્ષ તરીકે વલ્લભભાઈ દુધાત્રા, ચમનભાઈ સિંધવ, ઉદ્યોગપતિ ધીરૂભાઈ વીરડીયા, સત્‍યજીતસિંહ જાડેજા (કાળીપાટ), ધર્મેન્‍દ્રસિંહ રાણા (પિન્‍ટુભાઈ ખાટડી), તેજશભાઈ ભટૃી, પરેશભાઈ રૂપારેલીયા, રાજુભાઈ જુંજા, ડો. હિરેનભાઈ વિસાણી, કૌશીકભાઈ સરધારા, રાજુભાઈ ઘેલાણી, એડવોકેટ હિમાંશુભાઈ પારેખ, કલ્‍પેશભાઈ પટેલ, વિપુલભાઈ પાનેલીયા, સાવનભાઈ કાકડીયા, જીમ્‍મીભાઈ અડવાણી, પરમરાજસિંહ રાણા, મિતલભાઈ ખેતાણી, જયેશભાઈ કરાટે, દેવાંગભાઈ કુકાવા, પોપટભાઈ ટોળીયા, નિતીનભાઈ કીયાડા, રમેશભાઈ કીયાડા, સંદિપભાઈ છોટાળા, વિજયભાઈ કારીયા, વિનુભાઈ પરમાર, પારસભાઈ બેડીયા, ખીમાભાઈ જોગરાણા, વલ્લભભાઈ બારડ, ગોપાલભાઈ બોરાણા, લલીતભાઈ વડેરીયા, હરપાલસિંહ જાડેજા, રમેશભાઈ પરમાર, દલસુખભાઈ જાગાણી, ધર્મેન્‍દ્રભાઈ ભગત, ગીરીરાજસિંહ રાઠોડ, તેજશભાઈ હાથી, એડવોકેટ નયનભાઈ પજવાણી, સામાકાંઠાના ભાજપ અગ્રણી સંજયભાઈ ચાવડા, કિશનભાઈ બોળીયા, સંજયભાઈ ગોસ્‍વામી, કેતનભાઈ રબારી, બાલાભાઈ વાછાણી, મનુભાઈ રામાણી, વાલજીભાઈ નંદા, દુર્ગેશભાઈ સાકરીયા વગેરેને ઉપપ્રમુખ નિયુકત કરવામાં આવ્‍યા છે.

 મહોત્‍સવ દરમ્‍યાન જેમની સહવિશેષ હાજરી અને યોગદાન હોય છે તેવા મહિલા વર્ગને પ્રાધાન્‍ય મળે તે માટે વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલા આગેવાનોમાંથી વૈશાલીબેન ડોબરીયા, શીતલબેન ધામેલીયા, ઉર્મીલાબેન પંડયા, ધર્મીષ્ઠાબેન સાકરીયા, જયોતિબેન પંડયા, હિરલબેન જાની, અંજલીબેન પટેલ, રમાબેન હેરભા, ભાર્ગવીબેન ભટૃ વિગેરેની ઉપાઘ્‍યક્ષો તરીકે વરણી કરવામાં આવી છે.

શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ - ર૦ર૪ ના નવનિયુકત ઉપાઘ્‍યક્ષોને માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, સમિતિના મઘ્‍યસ્‍થ કાર્યાલય મંત્રી દિલીપભાઈ દવે, સહમંત્રીઓ રાજુભાઈ ઉમરાણીયા તથા પંકજભાઈ તાવીયા, હર્ષભાઈ વ્‍યાસ તથા પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસભાઈ શેઠે અભિનંદન પાઠવ્‍યા છે.

(3:39 PM IST)