News of Wednesday, 14th August 2024
દેશની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર શહીદો-ક્રાંતિવીરોને શત શત વંદનઃ ઉદય કાનગડ

રાજકોટઃ ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને સ્વાતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાને આઝાદીના આ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું કે રપ૦ વર્ષની ગુલામીની બેડીમાંથી મુકિત અને દેશને આઝાદી મેળવવામાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં ૧પ ઓગષ્ટનો દિવસ સ્વાતંત્ર્ય પર્વ તરીકે ઉજવાય છે.
૧પ મી ઓગષ્ટે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલીદાનને યાદ કરીએ, બહાદુર શહીદોને નમન કરીએ, દેશની આન-બાન-શાન અને દેશના ગૌરવ માટે જેમણે યોગદાન આપ્યું છે, કષ્ટ ભોગવ્યું છે. બલીદાન આપ્યું છે. ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા કરી છે. તેવા દરેક મહાનુભાવોને કે જેના કારણે આપણે આ સ્વતંત્રતા માણી રહયા છીએુ તે સહુને શત શત નમન છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ તરફ અવિરત ગતી કરી વિકસીત રાષ્ટ્ર તરફ હરણફાળ ભરી રહયો છે. આઝાદીના પ્રેમીઓના સ્વપ્નાઓનું ભારત બનાવવા માટે તેઓ કટીબધ્ધ છે. નુતન ભારતના નિર્માણના સંકલ્પ સાથે દેશને સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર આપ્યો છે. આપણે દેશ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહયો છે. ત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરીકોમાં દેશભાવના પ્રબળ બને તે માટે હર ઘર તિરંગા કાર્યક્રમનું આહવાન કરેલ છે. દેશને આઝાદી અપાવનાર અનેક ક્રાંતીકારોને વંદન કરવાનો આજે દિવસ છે. આઝાદીના આ અમૃત મહોત્સવ પ્રસંગે આપણે સૌ એક દિવ્ય ભારત, ભવ્ય ભારતના નિર્માણમાં સહભાગી થઇએ તેમ શ્રી ઉદય કાનગડએ શહેરીજનોને સ્વાતંત્ર્યદિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું.
(4:27 PM IST)










