<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અટલ સરોવરમાં : કાલે ૨૩૦ ફુટનો રાષ્‍ટ્રધ્‍વજ શાનથી લહેરાશે

નવનિર્મિત સરોવરમાં શાસકોના સર્વાધિક સ્‍નેહના હિલોળા ગુજરાતનો સૌથી ઉંચો ૨૩૦ ફુટનો ફલેગ ખુલ્લો મુકાશે : કાર્યક્રમમાં જોડાવવા શહેરીજનોને પદાધિકારીઓનું આહ્‌વાન : બપોર સુધી નિઃશુલ્‍ક પ્રવેશ

રાજકોટ તા. ૧૪ : મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૧૫ ગુરૂવારના ૭૮મા સ્‍વાતંત્ર્ય પર્વની શહેરના નવા નજરાણા ‘અટલ સરોવર' ખાતે ઉજવણી કરવામાં આવશે તથા ગુજરાતના સૌથી ઉંચા ૨૩૦ ફુટ રાષ્‍ટ્રધ્‍વજ ખુલ્લો મુકાશે.

આ અંગે નયનાબેન પેઢડીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, લીલુબેન જાદવ, મનીષભાઇ રાડીયા, સુરેન્‍દ્રસિંહ વાળાᅠ૭૮મા ‘સ્‍વાતંત્ર્ય પર્વ'ની શહેરીજનોને શુભેચ્‍છા પાઠવતાᅠજણાવે છે કે,ᅠભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી ૧૫ ઓગસ્‍ટ-૧૯૪૭ના રોજ સ્‍વતંત્રતા મળી ત્‍યારથી આપણું રાષ્ટ્ર આ દિવસને ‘સ્‍વાતંત્ર્ય દિવસ' તરીકે ગૌરવભેર ઉજવે છે.ᅠઆ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓ (રાજય સરકારો,ᅠજિલ્લા,ᅠતાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્‍વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

મનપા દ્વારા કાલે તા. ૧૫ ઓગષ્‍ટના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી સવારે ૯ વાગ્‍યે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ નવનિર્મિત અટલ સરોવર ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. મેયર નયનાબેન પેઢડિયા રાષ્‍ટ્રધ્‍વજને સલામતી બાદ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થશે. અટલ સરોવર ખાતે ગુજરાતના સૌથી ઉંચા ૨૩૦ ફુટ ફલેટ ખુલ્લો મુકવામાં આવશે.

આ કાર્યક્રમમાં શહેરીજનોને જોડાવવા પદાધિકારીઓએ આહ્‌વાન કર્યું છે. સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બપોર સુધી અટલ સરોવર ખાતે વિનામૂલ્‍યે પ્રવેશ આપવામાં આવશે

(4:28 PM IST)