તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
રાજકોટમાં સપ્ટેમ્બરમાં ‘સસ્ટેઇર્નબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયન' વિષે રાષ્ટ્રીય કોન્ફરન્સ
સૌરાષ્ટ્ર-કચ્છને બેંગ્લોર જેવી ભયાનક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે યુનિવર્સિટીઓ અને વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ સંશોધન પત્ર રજૂ કરશેઃ કોન્ફરન્સના મુખ્ય વકતા છે ડો. નરેન્દ્રકુમાર ગોટીયાઃ પ્રજ્ઞા સભા અને વીવીપીનું આયોજન

રાજકોટ : સૌરાષ્ટ્ર કચ્છની સર્વપ્રથમ સેલ્ફ-ફાઇનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ અને ભારતની ‘બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ' ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત, એક સાથે ચાર બ્રાંચમાં એક્રેડીટેશન મેળવનાર વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે પ્રજ્ઞા સભા, સૌરાષ્ટ્ર પ્રાંતના સહયોગથી તા. ૦૮ સપ્ટેમ્બર, ર૦ર૪ - રવિવારે ‘સસ્ટેઇનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયનૅ'વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
એવું કહેવાય છે કે, ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે થશે. વિશ્વના ઘણા બધા દેશો અને ભારત દેશ પણ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. પીવાના શુદ્ધ પાણીની સમસયા વિકરાળ છે. સાથે જ પાણીનો વેડફાટ પણ એટલો જ ચિંતાજનક છે.
પ્રજ્ઞા સભા અને વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની વિકરાળ સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા નેશનલ કોન્ફરન્સના માધ્યમથી તજજ્ઞો દ્વારા પ્રકલ્પો રજૂ કરવામાં આવશે.
પ્રજ્ઞા સભા - સૌરાષ્ટ્ર પ્રાંત એ સંધની એક એવી શાખા કે જે ૨૦૧૯ માં કાર્યરત થઈ અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય બૌધ્ધિકો તથા વિદ્વાનોને એક સાથે લાવવા તથા તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રાષ્ટ્ર નિર્માણ કરવું. પ્રજ્ઞા સભા વિજ્ઞાન, ટેકનોલોજી, કળષિ, ઉદ્યોગ, વાણીજ્ય અને અર્થશાષા, શિક્ષણ, પર્યાવરણ, સેવા બંધુ, વન બંધુ, કાયદો, સુરક્ષા અને આરોગ્ય જેવા વ્યાપક અભ્યાસ ક્ષેત્રોની ઓળખ કરી તેના વિષય નિષ્ણાતો, પી.એચ.ડી. અધ્યાપકો, સંશાધનો કર્તા વિધાર્થીઓ વગેરે સાથે રહી
વિચાર - વિમર્શ તથા મંથન સત્રોનું આયોજન કરી સમાજ તથા રાષ્ટ્રના નિર્માણના કાર્યો માટે વિચારોને અમલમાં મૂકી સમગ્ર માનવતાના ભલા માટે શ્રેષ્ઠ અને આદર્શ સમાજની રચના કરવા માટે કટિબદ્ધ છે. તેમ પ્રજ્ઞા સભાના કો-ઓર્ડીનેટર તથા આ નેશનલ કોન્ફરન્સના મુખ્ય આયોજક ડૉ. મનીષભાઈ શાહ જણાવે છે.
કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ખાલી જળાશયોને કારણે પાણીની અછત અને જળ સુરક્ષા તથાસ્ત્રોતોના વિવિધ પડકારોને પહોંચી વળવા માટે સંશોધન પત્રો તથા પોસ્ટર (રિસર્ચ પેપર તથા પોસ્ટર) ના રૂપમાં નવા વિચારો, વિમર્શ તથા તકો માટે એક સુલભ પ્રયાસ છે. પાણીની અછત, અપૂરતી સિંચાઈ, હાઈડ્રો પાવર ઉત્પાદન, પર્યાવરણની અધોગતિ, પર્યટન અને મનોરંજનની અસરો, દુષ્કાળ વ્યવસ્થાપન જેવા વિવિધ પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરી વિકલ્પ શોધવાનો પ્રયાસ છે. આ કોન્ફરન્સ દ્વારા જળ વ્યવસ્થાપન, જળ સંરક્ષણ, કાર્યક્ષમ પાણીનો ઉપયોગ, પાણીની ગુણવતાનું રક્ષણ અને ઈકોસીસ્ટમ પુનઃસ્થાપન જેવી હકારાત્મક પ્રવળતીઓને વેગ મળશે તથા કાયમી જળ વ્યવસ્થાપનમાં ખુબજ અગત્યનો ફાળો આપશે. કોન્ફરન્સનો અમારો ઉદ્દેશ કાયમી જળ વ્યવસ્થાપન તથા જળ સુરક્ષાના પડકારોનો ઉકેલ શોધવાનો પ્રયાસ છે.
સંશોધન પત્રો આપવાની અંતિમ તારીખ ૨૭ મી ઓગષ્ટ છે.
વધુ માહિતી માટે મો.૯૧૩૭૬ ૮૭૪૬૭, ૯૦૩૩૯ ૮૧૧૪૮, ૯૨૭૬૨ ૦૬૨૭૫ અથવા https://sites.google.com/view/pragnasabharjt/conference-24 લિંક પર કલિક કરવાથી વધારે માહિતી મળી શકશે. પેપર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભાષામાં રજૂ કરી શકાશે.
દરેક સ્પર્ધકોને તથા વિજેતા સ્પર્ધકોને સર્ટીફીકેટ તથા શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે પ્રજ્ઞાસભાના હોદ્દેદારો મનીષભાઇ શાહ, નિલયભાઇ પંડયા, નવનીતભાઇ ઘેડીયા, વીરેન્દ્રભાઇ પટેલ, ડેવીડભાઇ ધ્રુવ તથા વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઇ વણઝારા તથા અતુલભાઇ ઉપાધ્યાય જોડાયા છે.
ૅનેશનલ કોન્ફરન્સ ઓન સસ્ટેઈનેબલ વોટર સોલ્યુસન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયનૅ સફળ બનાવવા માટે વી.વી.પી. ના ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, શ્રી હર્ષલભાઇ મણીઆર, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવિનભાઇ શેઠ માર્ગદર્શન આપી રહ્યા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો. પિયુષભાઇ વણઝારા, કેતન પરમાર, ધવલ જોશી, અતુલભાઇ ઉપાધ્યાય, વિરેન્દ્રભાઇ પટેલ, રાજેશભાઇ માંડલીયા, દેવીન ધ્રુવ, વિ. નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:35 PM IST)










