તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
દેશની ગુલામી અને આઝાદીથી લઇ આજ સુધીના મા ભારતીના વીર સપૂતોને અંજલિ આપવાનો અવસર એટલે સ્વતંત્રતા દિવસ
નરેન્દ્રભાઇ મોદી અને ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આપણું રાષ્ટ્ર-રાજ્ય ગૌરવશાળી વિકાસના પંથે અગ્રેસર : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ : ૧૫મી ઓગષ્ટમાં સ્વાતંત્ર્ય પર્વ પર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે મા ભારતી વિશે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી અને મહાન લોકશાહીમાં ૧૫મી ઓગષ્ટનો દિવસ અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને સ્વતંત્રતા અપાવનારા દેશનાં વીર સપૂતોને અંજલી આપવાનો અવસર છે. આ દિવસ ગુલામીથી લઈ આઝાદી સુધી અને આઝાદી બાદથી લઈ આજ સુધી દેશ માટે તન, મન, ધનથી સમર્પિત થઈ પોતાનું સમસ્ત જીવન ન્યોછાવર કરનારા પ્રત્યેક સૈનિક, શિક્ષક, ખેડૂત, વૈજ્ઞાનિક,નેતા, દેશભક્ત, સમાજસેવક કે પછી આપણા જેવા આમ આદમીનાં સાહસ, સેવા, સમર્પણની ભાવનાને બિરદાવવાનો છે જેમણે મા ભારતી માટે પોતાનું સમસ્ત કુરબાન કરી દેશની એકતા-અખંડિતાની રક્ષા કરી છે. સ્વતંત્રતાનો દિવસ આપણા સૌના ભારતીય હોવાના ગૌરવની અનુભૂતિ કરવાનો અમૂલ્ય અવસર પણ છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ,ડો. બાબાસાહેબ આંબેડકર, પં.નહેરૂ, દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી વગેરે અનેક જનનાયકોએ આઝાદી પહેલા કે આઝાદી બાદ ભારત માતાની ખરા અર્થમાં સેવા-સાધના કરી ભારતીય સંસ્કળતિ અને ધર્મનાં રક્ષણ સાથે દેશની એકતા-અખંડિતાનું જતન-સંવર્ધન કર્યું છે. આપણે આવા નામી-અનામી વીર સપૂતોનાં ઋણી છીએ. આપણી ભૂતકાળની, વર્તમાનની અને ભાવી પેઢી ભાગ્યશાળી છે કે જેમને ભારત દેશમાં જન્મ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, થયું છે અથવા થશે. ભારત પુણ્યશાળી, પરોપકારી અવતારધારી મહાત્માઓ, મહામાનવોની ભૂમિ છે.
ભારત દેશ માત્ર ભૌગોલિક, સામાજિક, કે આર્થિક રીતે જ નહીં પરંતુ વૈચારિક રીતે પણ અતિ સમળદ્ધ છે. જે દેશે દુનિયાને ગીતાથી લઈ સત્યનાં પ્રયોગો જેવી સાશ્વત સત્યની વિચારધારા આપી. આપણે આવા અનેકો જ્ઞાત-અજ્ઞાત લોકોનાં બલિદાન, ભાવના, વિચારોને યાદ કરી તેમનાં સપનાનાં ભારતને સાર્થક બનાવવા સાથ, સહકાર અને સહયોગ આપવો જોઈએ. વર્ષ ૧૯૪૨થી ૧૯૪૭ વચ્ચે ભારતે પોતાની અભૂતપૂર્વ એકતા દર્શન કરાવ્યા હતા, જેના પરિણામે ભારતને આઝાદી મળી હતી. આપણે આવી જ અભૂતપૂર્વ એકતા આઝાદીની ૭૮મી વર્ષગાંઠ નિમિત્તે નવા ભારતના નિર્માણ માટે દર્શાવવી પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં વર્તમાન સમયમાં આપણો દેશ એક મહત્ત્વના મુકામ પર છે. રાષ્ટ્રનિર્માણની દૃષ્ટિએ આજનો સમય આપણા સૌના માટે એટલો જ મહત્ત્વનો છે, જેટલો આપણા દેશવાસીઓ માટે સ્વતંત્ર ભારતનો આરંભકાળ હતો. સ્વતંત્રતા સેનાનીઓના ઉચ્ચ આદર્શો પર ચાલીને આપણે આઝાદી પ્રાપ્ત કરી. એ જ આદર્શો અને મૂલ્યો, લોકતંત્ર અને બંધારણ પ્રત્યેની આપણી અતૂટ શ્રદ્ધામાં રોપાયેલાં છે. આપણે સૌએ એ યાદ રાખવાનું છે કે આ સમય આપણા દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવા, વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ પડાવ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નવા ભારતના નિર્માણનું વિઝન-મિશન છે કે, દેશનું શાસન વ્યવસ્થાથી નહીં, પણ તેની પ્રજાથી ચાલે છે - તંત્ર સે લોક નહીં, લોક સે તંત્ર ચલેગા. આપણે દેશનાં સ્વતંત્ર લોકતંત્રને શાંતિ, સદભાવ, સેવા, સમર્પણ, સ્નેહ જેવા ગુણોથી ચલાવવામાં મદદરૂપ બનવું પડશે. ભારત શાંતિ, એકતા અને સંવાદિતામાં માને છે. જ્ઞાતિવાદ અને કોમવાદથી કોઈને લાભ થયો નથી, કોઈને લાભ થવાનો નથી. આ ઉપરાંત ધર્મના નામે પણ હિંસા કરવી પાપ છે. આપણે અરાજકતા નહીં અહિંસાનાં પૂજારીઓ છીએ. ભારત છોડો આંદોલનનું સૂત્ર હતું ભારત છોડો, પણ અત્યારે આપણું સૂત્ર ભારત જોડો હોવું જોઈએ. આવો સૌ સાથે મળીને આ સ્વતંત્રતા દિવસે એક ભારત, શ્રેષ્ઠ ભારત, સમળદ્ધ અને સશક્ત ભારતનાં નિર્માણમાં નિમિત્ત બનવાનો સંકલ્પ કરીએ એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી જન સામાન્ય વ્યક્તિ તરીકે એક ગરીબ પરિવાર માં જન્મી સંઘ-ભાજપ ના માધ્યમ થી દેશસેવા લોકસેવા કરતા કરતા સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બની દરિદ્રનારાયણ ને કેન્દ્ર માં રાખી વડાપ્રધાન તરીકે તિરંગો લહેરાવનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઐતિહાસિક અને અભૂતપૂર્વ કામગીરી બદલ અભિનંદન પાઠવી સૌકોઈ પ્રજાજનો ને શુભેચ્છાઓ પાઠવી છે

(4:36 PM IST)










