તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
સરદારનગરમાં પંજાબી ઢાબાનો ત્રાસઃ ખુલ્લુ રસોડુ શેરીમાં ટેબલ-ખુરશી નાખવાથી રહેવાસીઓ ત્રાહીમામ
મ્યુ. કમિશનરે સ્થાનિકો દ્વારા પત્ર પાઠવી યોગ્ય પગલા લેવા માંગ મંજુરી વગર દિવાલમાં કેમેરા ફીટ કર્યાઃ સ્ટાફ દ્વારા રાત્રે મોડે સુધી ધમાલઃ અવાર નવાર ટ્રાફીક જામ

રાજકોટઃ તા. ૧૪: શહેરના સરદારનગરના રહેણાંક વિસ્તારમાંપંજાબી ધાબાવાળાએ હલન-ચલન વાળી શેરીમાં વેપાર શરૂ કરતા રહેવાસીઓને ભારે હાલાકી પડતા જાગૃત નાગરિકે આ અંગે મ્યુ.કમિશનર ને પત્ર પાઠવી કોમર્શીયલ પ્રવૃતિ અંગે પગલા લેવા માંગ કરી છે.
આ અંગેવિસ્તારવાસીઓ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે સરદારનગર વિસ્તારમાં રહેણાંક વિસ્તામાં હાલમાં સવેશ્વર ચોકમાં વોકળો તુરતમાં તેનો સ્બેલ તુટતા કોર્પોરેશનને ચોકના તમામ વેપારીને ધંધો બંધ કરવાની સૂચના આપેલી છે. ત્યારે જેના અનુસંધાને રેસ્ટોરન્ટધારકે તેમનો ધંધો શેરીમાં ચાલુ કરેલ છે. જે શેરીનો ઉપયોગ કરે છે. તેઓ સવારના ૧૦ વાગ્યાથી મોડી રાત્રિ સુધી શેરીનો ઉપયોગ કરે છે. તેમનું રસોડુ ખુલ્લામાં ચાલ છે. જેથી રસોઇના તેમજ શાકના વધારના ધુમાડા આખી શેરીમાં ફેલાય છે અને પ્રદુષિત વાતાવરણ કરે છે. રસોડામાં રસોઇની ભઠ્ઠી ખુલ્લામાં આવેલી છે.
ઉપરાંત ઓનલાઇન ઓર્ડર પીક અપ કરવા આવનાર જયાં ત્યાં પાર્ક કરીને ગાડી રાખે છે. જેથી શેરીમાં ટ્રાફીક જામ થાય છે.
શાકભાજીનો વેસ્ટ તથા બીજો કચરો ભુગર્ભ ગટરમાં નાખવાથી ગટર અવારનવાર ઉભરાય છે અને શેરીમાં ગંદુ પાણી ગંદકી ફેલાવે છે.
સાથે તેઓએ સ્થાનિકની બહારની ઉપરોકત બાબતે સ્થળની તપાસ કરી પગલા લેવા અને બંધ કરાવવા વિસ્તારવાસીઓ માંગ કરી છે
(5:14 PM IST)










