<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

પ્રશાંત ચોક્સી મેમો, ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વે મોહનથાળ વિતરણનું આયોજન

શ્રીમાળી સોનીની સમાજ સારાંશ સંસ્થાના તમામ કાર્ડધારકોને વિનામૂલ્યે વિતરણ કરાશે

રાજકોટ : પ્રશાંત ચોક્સી મેમોરિયલ ટ્સ્ટ દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે મોહનથાળ વિતરણનું આયોજન થયેલ છે,

 આગામી તા, 24ને શનિવારે સવારે 10થી 12 દરમિયાન નવયુગ સ્કૂલ સામે .સાનિધ્ય 'હાથીખાના ,મેઈન રોડ ,કેનાલ રોડ પાસેથી શ્રીમાળી સોની સમાજની સમાજ સારાંશ સંસ્થાના કાર્ડધારકોને કાર્ડ દીઠ 500 ગ્રામ મોહનથાળનું વિનામૂલ્યે વિતરણ કરાશે

 જયારે તા, 23થી તા,24 સાંજ સુધી પડતરભાવે ઉક્ત સ્થળે નાત જાતના ભેદભાવ વગર એક કિલોના 400 રૂપિયા લેખે વિતરણ થનાર છે

વધુ માહિતી અને  મોહનથાળના બુકીંગ માટે કન્વીનર ભાવેશભાઈ પારેખ( મોં, 94292 4545 ).ધર્મેશભાઈ જોગીયા (મોં,98253 60264 ) અરવિંદભાઈ રાણપરા ( મોં,94280 59415 ) નો સંર્પક સાધી શકાય છે તેમ હિતેષભાઓ ચોક્સીની યાદીમાં જણાવાયું છે

(10:07 AM IST)