<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

ભીલવાસમાં ‘ડોન હોય તો એના ઘરનો' એવું કહેતાં રફિકભાઇ દલવાડીને નામચીન સદામ ઉર્ફ કડાએ બેઠક પર કુહાડી ઝીંકી

પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

રાજકોટઃ સદર બજાર ભીલવાસમાં રહેતાં અને મજૂરી કરતો યુવાન રફીકભાઇ કાસમભાઇ દલવાડી (ઉ.વ.૪૨) અને તેનો મિત્ર ઇમરાનભાઇ ચોૈહાણ ઘર નજીક રોડ પર ઉભા હતાં ત્‍યારે વિસ્‍તારનો નામચીનની છાપ ધરાવતો શખ્‍સ સદામ ઉર્ફ કડો શમશેરભાઇ આવતાં ઇમરાને આ ડોન આવ્‍યો તેમ...કહેતાં યુવાને ડોન હોય તેના ઘરનો તેમ કહેતાં આ શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇ ત્‍યાંથી જતાં રહ્યા બાદ એક્‍ટીવામાં કુહાડી સાથે રફીકભાઇને તું શું મને કહેતો હતો કે ડોન હોય તો એના ઘરનો...તેમ કહી કુહાડી કાઢી દોટ મુકતાં રફીકભાઇ ભાગતાં તેણે બેઠક પર કુહાડી ઝીંકી દેતાં રફીકભાઇ લોહીલુહાણ થઇ પડી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ કે. એસ. ભગોરાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(12:00 PM IST)