તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 15th August 2024
ગાંધીગ્રામમમાં ભેળ ખાવા આવેલા ત્રણ શખ્સોની ધમાલઃ ભેળમાં કોથમરી શું કામ નાંખી? કહી સંતોષ ભેળવાવા રવિ સોહલાને છરી ઝીંકાઇ
ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ આદરી

રાજકોટઃ બીજા બનાવમાં ગાંધીગ્રામમાં સ્વાતંત્ર્ય દિવસની પુર્વ રાત્રીએ ભેળની રેંકડીએ કારમાં આવેલા ત્રણ શખ્સોએ ભેળનો ઓર્ડર આવતાં ભેળ વેંચતા યુવાને ડીશ બનાવીને આપી હતી. આ વખતે ત્રણ પૈકીના એક શખ્સે મારી ભેળમાં ડુંગળી સાથે કોથમરી શું કામ નાંખી છે? કહી ગાળો દઇ ડખ્ખો કર્યા બાદ સાથેના બે શખ્સે ભેળના ધંધાર્થીને પકડી રાખી ત્રીજાએ છરીથી હુમલો કરી સાથળ, હાથમાં ઘા ઝીંકી દેતાં દેકારો મચી ગયો હતો. પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગોૈતમનગર-૫માં મારૂતિ હોલની પાછળ લાખના બંગલાવાળા રોડ પર રહેતાં અને ઘર નજીક જ સંતોષ ભેળ નામે રેંકડી રાખી ગુજરાન ચલાવતાં રવિ ઘુઘાભાઇ સોહલા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી રવિરાજ રાણા, કલ્પેશ તથા વિક્રાંત વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
(12:01 PM IST)










