<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

એલસીબી ઝોન-૧ ટીમે કુવાડવા રોડથી નવાગામ સુધી ફિલ્‍મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર સાથે જયંતિ અને સંજયને દબોચ્‍યાઃ ૪.૫૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગરની ટીમની કામગીરીઃ વિજેન્‍દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાની બાતમી

રાજકોટઃ શહેરમાં તહેવારના દિવસોમાં દારૂની રેલમછેલ થતી અટકાવવા પોલીસ સતર્ક બની છે. દરમિયાન એલસીબી ઝોન-૧ ટીમે ફિલ્‍મી ઢબે પીછો કરી દારૂ ભરેલી સ્‍કોર્પિયો સાથે નવાગામના જયંતિ ચૌહાણ અને સંજય ગણદીયાને હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાની બાતમી પરથી દબોચી લીધા છે. પોલીસે દારૂ, ગાડી, મોબાઇલ ફોન મળી ૪.૫૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજજનસિંહ પરમારની રાહબરીમાં એલસીબીના પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગોસ્‍વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજાની ટીમે આ કામગીરી કરી હતી.

(9:44 PM IST)