News of Thursday, 15th August 2024
ક્રાઇમ બ્રાંચની ટીમે રૈયાધારમાંથી ૭૯૨૦૦ના દારૂ-બીયર સાથે પ્રતાપસિંહને પકડયોઃ હાર્દિક સભાડનું નામ ખુલ્યું
પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પરમારની ટીમની કામગીરીઃ આર. બી. જાડેજા અને ઉમેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીબી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એન. પરમાર, ઉમેશભાઇ ચાવડા સહિતની ટીમે રૈયાધાર સ્લમ ક્વાર્ટર પાછળ જશોદા ચોકની ઓરડીમાં દરોડો પાડી નેહેરૂનગરના પ્રતાપસિંહ સુખદેવસિંહ જાડેજાને રૂા. ૭૯૨૦૦ના દારૂ-બીયર સાથે પકડી લીધો છે. જ્યારે ખીજડાવાળા રોડ પર રહેતાં હાર્દિક સભાડનું નામ ખુલ્યું છે. એક ઇકો ગાડી, કાર મળી કુલ રૂા. ૩,૮૯,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એએસઆઇ આર. બી. જાડેજા, ઉમેશભાઇ ચાવડાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. સાથે બી.જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કનકસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા સહિતના જોડાયા હતાં.
(12:03 PM IST)










