<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

રાજકોટ શહેરમાં જૂગારીઓ ઉપર પણ પોલીસની ધોંસઃ ૪ દરોડામાં ૨૫ પકડાયા

રાજકોટઃ શહેરમાં જૂગાર રસીકો ઉપર પોલીસે દરોડા પાડી મજા બગાડી હતી. ચાર દરોડામાં ૨૫ પત્તાપ્રેમીઓને પકડી લેવાયા હતા. પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાત, એએસઆઇ ચેતન ચાવડા સહિતે મોટી ટાંકી ચોક પ્રતિભા કોમ્‍પલેક્ષના ર્પાકિંગમાં દરોડો પાડી ૭ શખ્‍સોને જુગાર રમતાં પકડયા હતાં. બી-ડિવીઝન પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ મારૂની ટીમે કુવાડવા રોડ સીટી સેલેનિયમના ફલેટ નં. ૩૦૨માં દરોડો પાડી છ મહિલા સહિત ૯ને જૂગાર રમતાં પકડી લીધા હતાં. જ્‍યારે માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ગજેરા, હેડકોન્‍સ. અજયભાઇ વિકમા સહિતે ઉદયનગર-૧ શેરી નં. ૨૦માં જાહેરમાં પત્તે રમવા બેઠેલા પાંચને પકડયા હતાં. એ જ રીતે થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ જીંજાળા સહિતે આજી વસાહત ખોડિયારનગર-૮માંથી જાહેરમાં જૂગાર રમતાં ૪ને પકડયા હતાં.

(12:03 PM IST)