<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

શનિવારે દેશવ્‍યાપી મેડીકલ સેવા બંધ રાખવા IMAનું એલાન

રાજકોટના ર૭૦૦ તબીબો જોડાશેઃ માત્ર ઇમરજન્‍સી સેવા ચાલુ રહેશે

રાજકોટઃ કલકતા મેડીકલ કોલજેમાં મહિલા તબીબી હત્‍યા કેસના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડયા છે. ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા તા. ૧૭ ના શનિવારે દેશવ્‍યાપી મેડીકલ સેવા બંધ રાખવાનું એલાન આપ્‍યું છે.

આજે ગુજરાત આઇએમએ અને IMA ના રાષ્‍ટ્રીય હોદેદારોની બેઠકમાં કોલકતાની ઘટનાને સખત શબ્‍દોમાં વખોડીને રોષ વ્‍યકત કર્યો હતો. તા. ૧૭ ના સમગ્ર દેશમાં મેડીકલ સેવા બંધ રાખવાનું ખેલાન આપ્‍યુ છે. રાજકોટના ર૭૦૦ તબીબો મેડીકલ સેવાથી દૂર રહેશે. તબીબો માત્ર ઇમરજન્‍સી સેવા દર્દીઓ માટે ચાલુ રાખશે.

(11:50 PM IST)