<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

૧૩ ગુનાઓમાં સામેલ મનસુખ ઉર્ફ દિકુને પાસામાં ધકેલી દેતાં પોલીસ કમિશનર

લોહાનગરનો શખ્સ ચોરીઓ, હદપારી, ધાકધમકી સહિતના ગુનાઓમાં સામેલઃ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, પીસીબી પીઆઇ એ. જે. પરમાર અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૫ઃ ચોરીઓ, હદપારી, ધાકધમકી સહિતના ૧૩ જેટલા ગુનાઓમાં સામેલ લોહાનગર ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતાં મનસુખ ઉર્ફ દિકુ હરિભાઇ પરમાર (ઉ.વ.૨૩)ને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધો છે. અલગ અલગ ગુનાઓની ટેવ ધરાવતાં શખ્સોનો ગુનાહિત ઇતિહાસ ઇ-ગુજકોપમાં ચેક કરી પાસા દરખાસ્ત કરવાની સુચના  મળી હોઇ એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે મનસુખ ઉર્ફ દિકુને પાસામાં ધકેલવા દરખાસ્ત મુકી હતી. મનસુખ અગાઉ રાજકોટના ગાંધીગ્રામ, ભકિતનગર, બી-ડિવીઝન, માલવીયાનગર, એ-ડિવીઝન, અમરેલી લીલીયા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં ચોરીઓ, હદપારી, ધાકધમકીના ૧૩ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકયો હતો.જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાહુલભા ગોહેલ, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શકિતસિંહ ગોહિલ, કુલદિપસિંહ રાણા અને હેમેન્દ્રભાઇ વાંધીયા તથા પીસીબીના પીઆઇ એ. જે. પરમાર, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્સ. ઇન્દ્રસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી વોરન્ટ બજવણી સહિતની કામગીરી કરી હતી.

(11:39 AM IST)