<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

બી-ડિવીઝન પોલીસે વેનમાં પોણો લાખનો દારૃ ભરી નીકળેલા હરેશ નગવાડીયાને પકડ્યો : યુનિવર્સિટી પોલીસે નિલેષ બારડને ૪૦ 'ચપલા' સાથે અને : માલવીયાનગર પોલીસે કરણસિંહ જાડેજાને ૧૬ બોટલો સાથે પકડ્યો

રાજકોટઃ જ્યારે વિદેશી દારૃના અન્ય દરોડાઓમાં બી-ડિવીઝન પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૃ અને ટીમે જુના મોરબી રોડ પર સદ્દગુરૃ પાર્ક મેઇન રોડ પર શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં હરેશ રામજીભાઇ નગવાડીયા (ઉ.વ.૪૪)ને મારૃતિ વેન જીજે૦૩સીઇ-૨૬૫૬માં રૃા. ૬૦ હજારની મેકડોવેલ્સ બ્રાન્ડની દારૃની ૧૨૦ બોટલો, તથા રૃા. ૯૬૦૦ના ૧૮૦ એમએલના મેકડોવેલ્સના ૯૬ ચપલા તેમજ ઓલ સીઝનની ૭૫૦ એમએલની ૬૦૦૦ની ૧૨ બોટલો રાખીને નીકળતાં પકડી લઇ દારૃ  તથા ૫૦ હજારની કાર મળી કુલ રૃા. ૧,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેની વધુ પુછતાછ હાથ ધરી છે.

 જ્યારે યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, સમીરભાઇ શેખ, સિધ્ધરાજસિંહ સહિતની ટીમે કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાસે આદિત્ય-૭૯ એપાર્ટમેન્ટ પાસેથી નિલેષ પ્રવિણભાઇ બારડ (ઉ.વ.૩૩-રહે. ઇસ્કોન મંદિર પાછળ)ને રૃા. ૪૦૦૦ના સ્ટર્લિંગ રિઝર્વ વ્હીસ્કીના ૪૦ ચપલા સાથે પકડી લીધો હતો. માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્સ. અજયભાઇ વીકમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને ટીમે મવડી ૧૫૦ રીંગ રોડ ખોડિયારનગર બાપા સિતારામ ગોૈ શાળા નજીકથી કરણસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.૨૪-રહે. ખોડિયારનગર-૩)ને રૃા. ૮૦૦૦ની દારૃની ૧૬ બોટલો સાથે પકડી લીધો હતો. આમ બે દિવસમાં શહેર પોલીસે ઠેકઠેકાણે દરોડા પાડી લાખોનો ગેરકાયદેસર દારૃ પકડી લઇ હેરાફેરી કરનારાઓને પણ સકંજામાં લીધા હતાં.

(11:46 AM IST)