<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ક્રાઇમ બ્રાંચનો રૈયાધારમાં ઓરડીમાં અને ઇકો કારમાં દરોડોઃ રીઢો શખ્સ પ્રતાપસિંહ દારૂ-બીયર સાથે પકડાયો

હાર્દિક સભાયાનું નામ ખુલ્યું: પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એન. પરમારની ટીમની કામગીરીઃ એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. ઉમેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૧૬: શહેર ક્રાઇમ બ્રાંચ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા અને કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ આર. બી. જાડેજા અને કોન્સ. ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમી પરથી રૈયાધાર સ્લમ કવાર્ટર પાછળ જશોદા ચોકવાળી શેરીમાં ઠાકર મંદિર સામેના ભાગે આવેલી ઓરડીમાં દરોડો પાડી પ્રતાપસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૪-રહે. નહેરૂનગર-૫, શ્રીકૃષ્ણ કૃપા મકાન, માલધારી ચોક બાલાજી હોલ સામે)ને દારૂના જથ્થા સાથે પકડી લીધો હતો.

ઓરડીમાંથી ઉપરાંત બાર રાખેલી ઇકો ગાડીમાંથી પણ દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે રૂા. ૪૮૦૦૦ની ૭૫૦ એમએલની ગ્રીન લેબલની ૧૨૦ બોટલો, ૨૪૦૦૦ની ૭૫૦ એમએલની એઇટ પીએમની ૬૦ બોટલો તથા રૂા. ૭૨૦૦ના કીંગ ફીશરના ૭૨ ટીન, ૩ લાખની ઇકો, ૧૦ હજારના મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૩,૮૯,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રતાપસિંહની પુછતાછમાં ખીજડાવાળા રોડ પર રહેતાં હાર્દિક સભાડનું નામ પણ ખુલ્યું હતું. પોલીસના કહેવા મુજબ પ્રતાપસિંહ વિરૂધ્ધ અગાઉ માલવીયાનગર, તાલુકા પોલીસમાં મારામારી, દારૂ, જાહેરનામા ભંગના ૭ ગુના નોંધાઇ ચુકયા છે. જ્યારે જેનું નામ ખુલ્યું છે તે હાર્દિક પણ તાલુકા, માલવીયામાં મારામારી, તોડફોડના ૩ ગુનામાં સંડોવાઇ ચુકયો છે. 

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ આર. બી. જાડેજા, બળભદ્રસિંહ બી. જાડેજા, મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. ગિરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કનકસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડાની ટીમે આ કામગીરી કરી હતી.

(11:43 AM IST)