<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રાજકોટના જવામર્દ નાયબ મામલતદાર અને ૪૦૦થી વધુ કરોડનું દબાણ ખુલ્લુ કરનાર રઘુવીરસિંહનું ભવ્‍ય સન્‍માન

રાજકોટ : રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અને એકલા હાથે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંદાજે ૪૦૦ કરોડથી વધુનું દબાણ દૂર કરનાર નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ વાઘેલાનું ગઇકાલે સન્‍માન કરાયું હતું. ૭૮મા સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે રાજકોટ શહેર ખાતે યોજાયેલ ધ્‍વજવંદન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં નાયબ મામલતદાર (દબાણ) તરીકે ફરજ બજાવતા શ્રી રઘુવીરસિંહ નટુભા વાઘેલાને ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ અધિક કલેકટર શ્રી ચેતન ગાંધી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર વતી સન્‍માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે ડે.કલેકટરો રાજશ્રી વાંઘવાણી, ચાંદનીબેન પરમાર તથા અન્‍ય અધિકારીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:11 PM IST)