News of Friday, 16th August 2024
સેવા, સુરક્ષા, શાંતિના સૂત્રને સાર્થક કરવા રાજકોટ પોલીસ કટિબધ્ધ : બ્રજેશ ઝા
૭૮મા સ્વતંત્રતા દિવસે પોલીસ કમિશનર બ્રજેશ ઝાના હસ્તે ધ્વજવંદન : વિશિષ્ટ કામગીરી બદલ ૧૬ અધિકારી - કર્મચારીઓનું સન્માન કરાયું

(ફોટો : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ૧૬ : રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર બ્રજેશ ઝાના હસ્તે ૭૮મા સ્વાતંત્રતા દિને ધ્વજવંદન યોજાયું હતું. આ ઉજવણી દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ, આમંત્રીત મહેમાનો, પોલીસ પરિવારના સભ્યો અને વિવિધ સ્કુલના વિદ્યાર્થીઓ અને પોલીસ કેડેટસને સંબોધતા શ્રી ઝા એ જણાવ્યું હતું કે, આજના ૭૮ મા સ્વતંત્રતા દિવસની આપ સર્વેને હું અંતઃકરણથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.
ભારત દેશની આ પાવન-ભુમીને આઝાદી અપાવવામાં પુજય મહાત્મા ગાંધીજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી લાલ લજપતરાય, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તથા તેઓ જેવા અનેક નામી અનામી દેશભકતો અને કર્તવ્ય નિષ્ઠ સ્વાતંત્રય સેનાનીઓ કે જેઓએ પોતાના ધરબાર, કુટુંબ કબીલા નો ત્યાગ કરી આપણી માતળભુમીને સ્વતંત્રતા અપાવવા પોતાનું તન,મન,ધન સમર્પિત કરી પોતાના જીવ સુદ્ધાનું બલીદાન આપેલ છે તે સર્વેને યાદ કરી તેઓને કોટી કોટી વંદન કરૂ છું.
આઝાદી મળ્યાના ૭૭ વર્ષમાં ભારત દેશ એ કળષિ, વિજ્ઞાન અને તકનીકી, ઉધોગ, અંતરીક્ષ, સંરક્ષણ, ઇન્ફરમેશન ટેકનોલોજી વિગેરે વિવિધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરેલ છે. દેશના છેવાડા સુધી વિકાસની વણથંભી વણઝાર પહોંચાડવામાં આપણને સફળતા પ્રાપ્ત થયેલ છે. ભારતનુ યુવા ઘન આજે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહી ડંકો વગાડી રહયુ છે.
ગુલામીની માનસીકતાને પાછળ મુકી સ્વર્ણીમ ભારતના નિર્માણ તરફ મકકમ પગલા આપણે ભરી રહયા છીએ ત્યારે ભારતીય મુલ્યોને કેન્દ્રમાં રાખી ભારતીય ન્યાય વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાના ઉમદા હેતુથી ભારત સરકાર દ્વારા ત્રણ નવીન કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સહિતા, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમના અમલીકરણ દ્વારા ફોજદારી-ન્યાયીક વ્યવસ્થા વધુ ઝડપી અને સુદ્રઢ બનશે અને નાગરીકોને કાયદાઓની સમજ મેળવવામાં તથા ન્યાય મેળવવામાં વધુ સરળતા રહેશે.
સ્વતંત્રતા દિવસના આ પાવન અવસરે રાજકોટ શહેરની ઐતીહાસીક ભુમી કે જેની પર આપણે આજરોજ આ રાષ્ટ્રીય તહેવાર ઉજવવા જઇ રહેલ છીએ તેના યોગદાનને યાદ કરવુ ઉચીત રહેશે.
સૌરાષ્ટ્રના વાણીજય ક્ષેત્રનું પાટનગર એવા રાજકોટ શહેરે છેલ્લા ૭ દાયકામાં ઉન્નતી અને વિકાસની ક્ષીતીજોને વિસ્તારી છે. શિક્ષણ, આરોગ્ય, મશીનરી ઉત્પાદન, ઓટોમોબાઇલ સ્પેરપાર્ટસ, પશુ સંવર્ધન જેમાં ખાસ કરીને ગૌ સંવર્ધન જેવા ક્ષેત્રોમાં રાજકોટ શહેર ગુજરાતમાં અગ્રેસર છે. આ તમામ ઉધોગો લાખો યુવાનોને રોજગારીની ઉજળી તકો પુરી પાડે છે. આ પ્રકારે જયારે આધુનીક ભારતના એક મેટ્રોપોલીટન શહેર બનવા તરફ આપણુ રાજકોટ આગળ ધપી રહયુ છે ત્યારે રાજકોટ શહેરની કાયદો વ્યવસ્થાની પરીસ્થિતી સુદ્રઢ રહે અને લોકોમાં સુરક્ષાની ભાવના મજબુત બને તે સુનિશ્વિત કરવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસની છે.
આપ સર્વેને જણાવતા મને આનંદ થાય છે કે ગત વર્ષ અને આ વર્ષમાં રાજકોટ શહેર પોલીસ કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં સફળ રહેલ છે. દિવાળી, ઉતરાયણ, ધુળેટી, શિવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમી, ઇંદ, મહોરમ, ક્રિસમસ, ન્યુ યર જેવા વિવિધ તહેવારોને રાજકોટ શહેર વાસીઓ આનંદ પૂર્વક માણી શકે તે પ્રકારેની વ્યવસ્થા જાળવવામાં આવેલ છે. ભારત દેશનારાષ્ટ્રપતિશ્રી, ઉપરાષ્ટ્રપતિશ્રી, પ્રધાનમંત્રીશ્રી, ગુજરાતના ગર્વનરશ્રી, મુખ્યમંત્રીશ્રી જેવા મહાનુભાવ રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા ત્યારે તેઓની સુરક્ષાની જવાબદારી રાજકોટ શહેર પોલીસે બખુબી નિભાવેલ છે.
શહેરમાં બનતા ગંભીર પ્રકારના શરીર સબંધી ગુન્હાઓ, મહિલા અને બાળકો વિરૂધ્ધના ગુન્હાઓની તલસ્પર્શી તપાસ કરી સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં આરોપનામા રજુ કરવામાં આવેલ. સામાન્ય લોકોને સ્પર્શતા અનેક મિલ્કત સબંધી ગુન્હાઓનું સત્વરે ડીટેકશન કરી તેઓની ગયેલ મિલ્કત પરત મેળવવામાં આવેલ છે. આ પ્રકારે પરત મેળવેલ રૂા.૧.૫ કરોડથી વધુના મુદામાલને ૨૦ થી વધુ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમો દ્વારા સમય મર્યાદામાં તેના મુળ માલીકને સુપ્રત કરવાની કાર્યવાહી શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
પ્રજાભીમુખ અને સંવેદનશીલ પોલીસ અભિયાનને લક્ષમાં રાખી રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી' કાર્યક્રમો યોજી લોકોની સમસ્યાઓ જાણી તેનુ નિરાકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ સુદ્રઢ બને તથા લોકો પોતાની સુરક્ષા પ્રત્યે વધુ જાગળત બને તે અર્થે પોલીસ દ્વારા આ કાર્યક્રમોમાં વિવિધ સુચનો પણ આપવામાં આવી રહેલ છે. વ્યાજ ખોરીના દુષણને ડામવા લોકદરબાર અને લોનમેળાઓનુ સમયાંતરે આયોજન હાથ ધરવામાં આવેલ છે. વ્યાજખોરો વિરૂધ્ધ કડક હાથે કાયદાનો કોરડો વિજાય અને નાનામાં નાના માણસને ન્યાય મળી રહે તે રાજકોટ શહેર પોલીસ સુનિશ્વિત કરી રહી છે.
૨૧ મી સદીના આધુનીક ડીજીટલ યુગમાં જયારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપ વધી રહયો છે તો તે સાથે સાયબર ક્રાઇમનો વ્યાપ પણ વધી રહયો છે. સાયબર ક્રાઇમ અન્વયે લોકોમાં જાગળતતા લાવવા સાયબર ક્રાઇમ અવેરનેશ સેમીનાર નિયમીત યોજવામાં આવે છે. હેલ્પલાઇન ૧૯૩૦ ના માધ્યમ થકી સાયબર ગુન્હાઓની ત્વરીત ફરીયાદ શકય બની છે અને લોકોના નાણા ગુનેગારો સુધી પહોંચતા પહેલા ફ્રીઝ કરવાની અસરકારક વ્યવસ્થા કાર્યરત છે. સાયબર ક્રાઈમનો ભોગબનનાર વ્યકિતઓને તેઓના નાણા ઝડપથી પરત મળી રહે તે માટે સાયબર ક્રાઇમ રીફંડ યુનીટની રચના કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમની વિવિધ મોડસ ઓપરેન્ડરીનો અભ્યાસ કરી સાયબર ગુન્હાઓને બનતા રોકવા, સાયબર ગુન્હાઓના ડીટેકશન તથા અસરકારક અન્વેષણ અર્થે રાજકોટ શહેરના વરીષ્ઠ ઉદ્યોગપતિઓના સહયોગ દ્વારા અત્યાધુનીક સાયબર લેબનું નિમાર્ણ કરવામાં આવેલ છે જે ટુંક સમયમાં નાગરીકોની સેવામાં સમર્પિત કરવામાં આવનાર છે.
રાજકોટ શહેરની માતાઓ, બહેનો, દિકરીઓની સુરક્ષા અર્થે મહિલા પોલીસ સ્ટેશન તથા દુર્ગા શકિત SHE ટીમ ૨૪ કલાક કાર્યરત છે. સીનીયર સીટીઝનોની મુલાકાત, કૌટુંબીક ઝઘડાઓનુ નિવારણ, શાળાઓમાં મહિલા સુરક્ષા અન્વયેના કાયદાઓની જાગળતતા અર્થેના સેમીનાર કરવાનુ ઉમદા કાર્ય લ્ણ્ચ્ ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે.
"THE PRICE OF LIBERTY IS ETERNAL VIGILANCE" સ્વતંત્રતાની સાથે અનેક પડકારોનો સામનો પણ દેશ કરી રહયો છે જેમાં નશાખોરી દ્વારા સમાજને ખોખલો બનાવવાનો પ્રયાસ દુશ્મનો કરી રહયા છે. દેશના યુવાધનને નશા ખોરીથી બચાવવા નશામુકત ભારત અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહયુ છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાના સોદાગરો ઉપર એન.ડી.પી.એસ. એકટ મુજબ સધન કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તથા તમામ નાગરીકો સુધી નશા ખોરી વિરૂધ્ધ જાગળતતા આવે તે અર્થે નિયમીત ડ્રગ્સ અવેરનેશ સેમીનારો કરવામાં આવી રહયા છે. દેશના જવાબદાર નાગરીક તરીકે નશાની આ બદીને જડમુળથી દુર કરવુ તે આપણી સૌની સહીયારી જવાબદારી છે જેમાં આપણે સૌ સફળ થશુ તેવો મને સંપુર્ણ વિશ્વાસ છે.
સેવા, સુરક્ષા, શાંતિના ગુજરાત પોલીસના સુત્રને સાર્થક કરવા રાજકોટ પોલીસ કટીબધ્ધ છે.
સ્વતંત્રતા પર્વના પાવન અવસરે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોને યાદ કરવાનું હું ચુકીશ નહી. ''WHERE THE MIND IS WITHOUT FEAR AND THE HEAD IS HELD HIGH, INTO THAT HEAVEN OF FREEDOM, MY FATHER, LET MY COUNTRY AWAY'' ઉન્નત, વિકસીત અને સ્વર્ણિમ ભારતની પરીકલ્પનાને ચરીતાર્થ કરવા ચાલો આપણે સૌ દેશવાસીઓ એક બની અથાગ મહેનત અને પરીશ્રમ કરીએ તેવું શ્રી ઝા એ અંતમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે શહેરના જુદા - જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૧૬ અધિકારીઓ અને કર્મચારીઓનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એસ.ત્રિવેદી, સાઇબર ક્રાઇમના પીએસઆઇ આર.જે.કામળીયા, ભકિતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જયદિપસિંહ પરમાર, એ-ડીવીઝનના હેડ કોન્સ. અજયભાઇ બસીયા, ટ્રાફિક શાખાના હેડ કોન્સ. ગીરીરાજસિંહ વાઘેલા, ડીસીબીના હેડ કોન્સ. હરદેવસિંહ રાઠોડ, એલસીબી ઝોન-૨ ના હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, સાયબર ક્રાઇમના હેડ કોન્સ. હરિભાઇ સોંદરવા, પોલીસ હેડ કવાર્ટરના રાજેન્દ્ર ચાવડીયા અને ઘનશ્યામભાઇ ડાંગર ઉપરાંત પ્રદ્યુમનનગરના ચાંપરાજભાઇ ખવડ, ટ્રાફિક શાખાના જીતુબેન બરાડિયા, માલવિયાનગર પોલીસ સ્ટેશનના હરસુખભાઇ સબાડ, એલસીબી ઝોન-૧ના રવિરાજભાઇ પટગીર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ગોપાલસિંહ જાડેજા અને આજીડેમ પોલીસ સ્ટેશનના વિશ્વરાજસિંહ પરમારનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી પુજા યાદવ સહિતના અધિકારીઓ અને જુદા - જુદા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ અને ડીવાયએસપીઓ હાજર રહ્યા હતા.
(2:34 PM IST)










