તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
રાજકોટ રેલવે ડિવિઝનમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટમાં ડીઆરએમ કચેરી પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અશ્વનીકુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ધ્વજને સલામી આપી અને ઔપચારિક પરેડનું નિરીક્ષણ કર્યું. શ્રી અશ્વનીએ રેલ્વે કર્મચારીઓને સંબોધિત કર્યા અને તેઓને અને તેમના પરિવારોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને પヘમિ રેલ્વેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર નો સંદેશ સંભળાવ્યો. આ પછી આયોજિત સાંસ્કળતિક કાર્યક્રમમાં રેલ્વે કર્મચારીઓ દ્વારા ગાયેલા ગીતો અને ડાન્સ પરફોર્મન્સે સમગ્ર વાતાવરણને દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત કરી દીધું હતું. સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં અધિક ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી કૌશલ કુમાર ચૌબે, પヘમિ રેલ્વે મહિલા સમાજ સેવા સંગઠન રાજકોટના પ્રમુખ શ્રીમતી રંજના સિંઘ અને તેમની ટીમ, ડિવિઝનલ સિકયુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંઘ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી મનીષ મહેતા, અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય વિભાગોના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
(2:44 PM IST)










