News of Friday, 16th August 2024
કુવાડવા પોલીસે ૧૩૭૫ લિટર દેશી દારૂ ભરેલી બોલેરો પકડી
પીછો થતાં ચાલક રેઢી મુકી ભાગ્યોઃ અરવિંદભાઇ મકવાણા, ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયાની બાતમી

રાજકોટ તા. ૧૬: દારૂના ધંધાર્થીઓ પર પોલીસ ધોંસ બોલાવી રહી છે ત્યારે કુવાડવા પોલીસે સાત લાખનો વિદેશી દારૂ પકડયા પછી રૂા. ૨૭૫૦૦નો ૧૩૭૫ લિટર દેશી દારૂ ભરેલી એક બોલેરો પીકઅપ જીજે૧૩એએક્સ-૪૪૭૭ને પીછો કરી પકડી લીધી હતી. જો કે ચાલક ભાગી ગયો હતો. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને જયદિપભાઇ ધોળકીયાને બાતમી મળતાં કુવાડવા રોડ પટેલ વિહાર નજીક રોડ પર ક્રિષ્ના વે બ્રીજ સામેથી દેશી દારૂનો જથ્થો ભરેલી પીકઅપ ગાડી પકડી લઇ કુલ રૂા. ૬,૨૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂ, એએસઆઇ ખોડુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ પરમાર, વિક્રમભાઇ ગરચર, જયપાલભાઇ બરાલીયા, ભરતભાઇ ઘેડ અને ભાવેશભાઇ એચ. મકવાણા સહિતે આ કામગીરી કરી હતી.
(3:07 PM IST)










