તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
રમતાં રમતાં ભુલી પડેલી બાળાનું શી ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
ઇન્ચાર્જ જાગૃતિબેન, મુક્તાબેન, હંસાબેન, પાર્થભાઇ સહિતની ટીમે વાવડીમાં વાલીવારસને શોધી કાઢયા

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર વાવડી વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પરિવારથી વિખુટી પડી ગયેલી હાલતમાં આટાફેરા કરતી હોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમ તરથી મહિલા શી ટીમને જાણ કરી તપાસ કરવાનું કહેવાતા શી ટીમના ઇન્ચાર્જ મહિલા કોન્સ. જાગૃતિબેન, મુક્તાબેન, હંસાબેન અને ડ્રાઇવર પાર્થભાઇએ ત્યાં પહોંચી પુછતાછ કરતાં બાળાએ હિન્દી ભાષામાં પોતાનું નામ પ્રગતિ અને પિતાનું નામ કિરણભાઇ જણાવ્યું હતું. શી ટીમે આસપાસની તપાસ કરતાં વાવડીમાં રહેતાં તેના માતા-પિતા મળી આવતાં આધારકાર્ડ વગેરે ચેક કરી ખરાઇ કરી બાળકીનો કબ્જો સોંપાતાં તેમણે શી ટીમનો આભાર માન્યો હતો. બાળકી રમતાં રમતાં ભુલી પડી ગઇ હતી.
(3:08 PM IST)










