<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

શીતલ પાર્ક નજીક સંજયનગર પાસેથી વનરાજ ઝાપડા ત્રણ ચોરાઉ ટુ-વ્‍હીલર સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, મુકેશભાઇ સબાડ, રોહીતદાનભાઇ ગઢવી અને પ્રદિપભાઇ ડાંગરની બાતમીઃ બે બાઇક અને એક એકસેસ કબ્‍જે

રાજકોટ તા. ૧૬ :.. દોઢ સો ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક નવજીક સંજયનગર પાસે ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ બે બાઇક અને એક એકસેસ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.મળતી વિગત મુજબ સંજયનગર પાસે એક શખ્‍સ ચોરાઉ બાઇક લઇને નિકળ્‍યો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, મુકેશભાઇ સબાડ, રોહીતભાઇ ગઢવી અને પ્રદિપભાઇ ડાંગરને બાતમી મળતા સંજયનગર પાસેથી વનરાજ વાલાભાઇ ઝાપડા (ઉ.ર૦) (રહે. સાત હનુમાન મંદિર પાસે ઢોરાની બાજુમાં તળાવના કાંઠા પાસે) ને ચોરાઉ બાઇક  સાથે પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે વધુ બે ટુ-વ્‍હીલરની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે વધુ એક ચોરાઉ બાઇક અને એકસેસ કબ્‍જે કર્યા હતાં. આ કામગીરી ઇન્‍ચાર્જ પી. આઇ. સી. એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એસ. એલ. ગોહીલ, હેડ કોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ જાડેજા, કોન્‍સ. અમીનભાઇ ભલુરા, રોહિતદાનભાઇ ગઢવી, મુકેશભાઇ  અબાડ, પ્રદીપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ અને પ્રશાંતભાઇ ગજેરા દ્વારા કરવામાં આવી હતી.

(3:13 PM IST)