<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જુગારના નવ દરોડાઃ મકાન અને જાહેરમાં તીનપત્તી રમતા મહિલાઓ સહિત ૬૦ ઝડપાયા

બી-ડીવીઝન પોલીસે મકાનમાંથી ૯, પ્રનગર પોલીસે ૭, માલવીયાનગર પોલીસે ૨૩ ગાંધીગ્રામ પોલીસ પ ન, યુનિવર્સિટી પોલીસે ૪ ને, થોરાળા પોલીસે ૪, આજીડેમ પોલીસે ૮ ને દબોચ્‍યાઃ રૂા. ૧.૭૨ લાખ રોકડ કબ્‍જે

રાજકોટઃ તા.૧૫: શહેરના અલગ અલગ વિસ્‍તારમાં પોલીસે બે દિવસમાં નવ સ્‍થળે દરોડા પાડી મકાન અને જાહેરમાં તીનપત્તી નો જુગાર રમતી મહિલાઓ સહિત ૬૦ શખ્‍સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી

મળતી વિગત મુજબ કુવાડવારોડ ડીમાર્ટની પાછળ આવેલા સીટી સેલેનીયમ એપાર્ટમેન્‍ટના ફલેટમાં મહિલા સંચાલિત જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી.ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.એસ એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.કે.ડી.મારૂ સહિતના સ્‍ટાફે સીટી સેલેનીયમ એપાર્ટમેન્‍ટ એ-વીંગ ફલેટ નં. ૩૦૨માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ફલેટ માલીક સંગીતાબેન વલ્લભાઇ કુંજરીયા, મોરબીરોડ રાજનગર સોસાયટી શેરી નં. ૩ ના સુરેખાબેન સુરેશભાઇ રાઉત રંજનબેન નીતીનભાઇ ટુંડીયા, મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટીના વિપુલ મોહનભાઇ લાખાણી, કુવાડવા રોડ શિવધારા સોસાયટી શેરી નં. ૭ ના રંજનબેન માવજી ભાઇ અજાણી, રણછોડ વાડીના ગેઇટ નં. ૨ પાસે રહેતા બ્રીજજેશ દિનેશભાઇ બુટાણી મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે આવકાર હેરીટેજ એપાર્ટમેન્‍ટના ગીતાબેન બીપીનભાઇ લાઠીયા, નવાગામ આણંદપરના ભલા રૂડા ભાઇ ઝાપડા અને એરપોર્ટ રોડ સ્‍વસ્‍તીક સોસાયટીના ઉષાબેન ચંદ્રેશભાઇ જોગીને  પકડી લઇ રૂા. ૩૪, ૨૫૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.મારૂ, હેડ કોન્‍સ ક્રિપાલસિંહ જાડેજા,મોહસિન ખાન મલેક, કોન્‍સ જયદેવસિંહ બોરાણા,રાજદીપભાઇ પટગીર, જગદીશભાઇ વાંક, ભાનુશંકરભાઇ ધાંધલા તથા જુલીબેન બકુત્રા દ્વારા કરવામાં આવી હતી.

 મોટી ટાંકી ચોક

પાસેથી  ૭ ઝબ્‍બે

ેં સદરબજાર મોટી ટાંકી ચોક પાસે પ્રતીભા કોમ્‍પલેક્ષના પાર્કિગમાં કેટલાક શખ્‍સો જેુગાર રમતા હોવાની બાતમી મળતા પ્રનગર પોલીસમથક ના પી.આઇ.એમએ. ઝણકાંટના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.સી.એમ.ચાવડા, હેડ કોન્‍સ ધર્મેશભાઇ ડાંગર, કોન્‍સ તોફીકભાઇ મંઘરા, હર્ષરાજસિંહ જાડેજા અને જયેન્‍દ્રસિંહ પરમાર સહિતે કોમ્‍પલેક્ષના પાર્કિગમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા જામનગરરોડ વોરા સોસાયટી પાસે સત્‍યમ સોસાફટીના ઉપેન્‍દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા, રૈયા રોડ શિવપરા શેરી નં. ૩ ના રવીરાજસિંહ ભુપતસિંહ પરમાર, નાનામવાના સોહિલ ગુલાબભાઇ અબડા, બજરંગવાડી રાજીવ નગર શેરીનં. ૧૧ ના હાજી સુલતાનભાઇ જુણેજા, માધાપર ચોકડી યાગરાજ સોસાયટી  શેરી નં. ૧ ના મયુરસિંહ ભરતસિંહ ઝાલા, પંચનાથ પ્‍લોટ શેરી નં. ૧૭ ના સોહન જયેશ ભાઇ દેસાઇ, અને જામનગર રોડ વાંકાનેર સોસાયટી શેરી નં. ૧ ના ભરત લક્ષ્મણભાઇ આહીર ને પકડી લઇ રૂા. ૧૦,૭૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જેકરી કાર્યવાહી કરી હતી.

ઉદયનગરમાંથ પાંચ ઝડપાયા

ં માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્‍સ એ.બી. વીક્રમા તથા કોન્‍સ જયદીપસિંહ ભટ્ટી સહિતે બાતમીના આધારે ઉદયનગર ૧-શેરી નં.૨૦  માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા નવલનગર શેરી નં. ૩ ના દિનેશ કિશોરભાઇ ગોસ્‍વામી, મારૂતીનંદનગર શેરી નં. ૬ ના શકિતસિંહ નવુભા ઝાલા, ઉદયનગર-૧ શેરી નં. ૨૦ ના પરબતસિંહ હુકમસિંહ રાજપુત,મનોહરસિંહ વસંતસિંહ રાજપુત, અને દોઢ સો.ફૂટરોડ શિવધામ સોસાયટી શેરી નં. ૧ ના સુરેશગીરી રામગીરી મેવાનાથી ને પકડી લઇ રૂા. ૧૧૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

ખોડીયારનગમાંથી 

ચાર શખ્‍સો પકડયા

આજી વસાહત ખોડીયારનગર શેરી નં. ૮ માં થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ.એચ.ટી. જીંજાળા હેડ કોન્‍સ જયદિપસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે દરોડો પાડી ખોડીયારનગર શેરી નં. ૮ માં જાહેરમાં નીતપત્તીનો જુગાર રમતા ખોડીયારનગર શેરી નં. ૮ ના કિશન ઉર્ફે દસ્‍તો બુધ્‍ધાભાઇ નંદાસીયા, શેરી નં. ૫ ના અનીશ ઉર્ફે પમો હબીબભાઇ બુકેશ, શેરી નં. ૪ ના જુબેર ઉર્ફે ઢમુ ઇબ્રાહીમભાઇ બુકેશ,અને શેરી નં. ૩૫ ના રાજેશ ઉર્ફે રાજુ સત્‍યનારાયણભાઇ ગોડ ને પકડી લઇ રૂા. ૧૯૭૩૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

કૈલાશપાર્ક માંથી ચાર પકડાયા

 આજી ડેમ પોલીસ મથકમાં પી.આઇ.એ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ કોન્‍સ વિરેન્‍દ્રસિંહ જાડેજા હરપાલસિંહ જાડેજા અને મહેશભાઇ કોઠીવાળ સહિતના  સ્‍ટાફે કોઠારીયા રોડ પર કૈલાસ પાર્ક શેરી નં. ૩ માં આવેલા મકાનમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા મકાનમાલિક ગોૈરવ વિનોદભાઇ ટાંક, તથા રઘુવીર સોસાયટી શેરી નં. ૬ ના અમીત રસીકભાઇ લાખાણી, કાલાવડ રોડ રૂડાનગર કવાટર્સ નં. એફ ૨૦૪ ના યોગેશ ઘનશ્‍યામભાઇ પરમાર, નહેરૂનગર મેઇન રોડ શ્રધ્‍ધા સોસાયટી શેરી નં. ૫ ના જીતેન્‍દ્ર મોહનભાઇ ગઢીયા  દોઢ સોફૂટ રોડ ઉમીયા ચોક જલજીત સોસાયટી ના હરીકૃષ્‍ણ સુરેશભાઇ વાઢેર, મવડી ચોકડી સ્‍વામીનાયારણ પાર્કના પરેશ રણછોડભાઇવાળા એંસીફૂટ રોડ પારસ સોસાયટીના રમેશ શાંતીભાઇ સાપરીયા અને કૈલાશ પાર્કના હરેશ ઇન્‍દુભાઇ ઠક્કરને પકડી લઇ રૂા. ૪૦, ૧૧૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

માયાણીનગરમાંથી

૧૧ મહિલા ઓ ઝબ્‍બે

માયાણીનગર માં મહિલા સંચાલિત જુગારધામ ચાલતુ હોવાની માલીવીયાનગર પોલીસ મથકના પી.આઇ. જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એસ.એ.સીન્‍ધી સહિતના સ્‍ટાફે મવડીપ્‍લોટ માયાણીનગર શેરી નં. ૩ માં મકાનમાં દરોડો પાડી તીનપત્તી નો જુગાર રમતા મકાનમાલીક હંસાબેન કીરીટભાઇ લાડવા,પ્રજાપતી સોસાયટીના લલીતાબેન ભરતભાઇ ભલસોડ,ચંદ્રેશનગર ના હંસાબેન નીતીનભાઇ કંસારા,રશ્‍મીતાબેન પ્રવીણભાઇ ગોહેલ, રીનાબેન દીપકભાઇ રાવત, માયાણીનગરના શોભનાબેન નરેનદ્રભાઇ જેઠવા,ચંદ્રીકાબેન કુરજીભાઇ ધોકીયા, ચંન્‍દ્રેશનગરના લતાબેન હસમુખ ભાઇ રાઠોડ, હરસિધ્‍ધી સોસાયટીના જયોતિબેન દિનેશભાઇ કંસારા શાંતાબેન ડાયાભાઇ ભરડવા અને પંચાબેન અશોકભાઇ ધોકીયાને પકડી લઇ રૂા. ૧૦, ૪૫૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

એસ.ટી.વર્કશોપ

પાસે થી ૭ ઝબ્‍બે

એસ.ટી.વર્કશોપ પાછળ સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝએરીયા શેરી નં. ૨૨ માં કારખાના પાસે બાતમીના આધારે શેરી નં. ૨૨ માં રહેતા મનીષગીરી પ્રવીણગીરી ગોસાઇ, ગોકુલનગર શેરી નં. ૫ ના વિપુલ ભીખુભાઇ ગોસ્‍વામી, સાધુવાસ વાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરના નિકુલ અમીનગીરી ગોસાઇ, જામનગર રોડ સંજયનગર શેરી નં. ૫ નો ભાવેશ વશરામભાઇ ચૌહાણ,ચેતન દિલીપ ભાઇ ચોૈહાણ, ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં. ૧ ના પ્રકાશ રમેશભાઇ લખલાણી તથા રેલનગર શેરી નં. ૩ ના ગોૈતમ જગદીશભાઇ થાનકી ને પકડી લઇ રૂા. ૧૩, ૩૫૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી આ કામગીરી પી.આઇ.જે.આર.દેસાઇ ના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ એસ.એ.સીન્‍ધી હેડ કોન્‍સ અજયભાઇ વીક્રમા,કોન્‍સ જયદીપસિંહ ભટ્ટી, મયુરદાનભાઇ બાટી, ભાવેશભાઇ ગઢવી તથા કોન્‍સ નીલમબેન દ્વારા કરવામાં આવી હતી.

રૈયાધાર કવાર્ટરમાંથી

ચાર શખ્‍સો પકડાયા

હેડ કોન્‍સ ક્રિપાલસિંહ ઝાલા, કોન્‍સ ગોપાલસિંહ જાડેજા સહિતે બાતમીના આધાર રૈયા ધાર ચાર માળીયા કવાર્ટરમાં બ્‍લોક નં. એચમાં ગ્રાઉન્‍ડ ફલોરમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કવાર્ટરમાં બ્‍લોક નં. એચ-૧૬ ના બહાદુર અનીલભાઇ વઢવાણીયા,કવાર્ટરમાં બ્‍લોક નં. આઇ-૪ ના મહેશ હીરાભાઇ પરમાર, બ્‍લોક નં. ઇ-૧૧ ના ચંદન હિરાભાઇ પરમાર અને બ્‍લોક નં. ઇ.૯ ના રાહુલ વાલજીભાઇ સોલંકી ને પકડી લઇ રૂા. ૧૨, ૧૨૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

કૈલાશ પાર્કમાં મકાનમાંથી પાંચ શખ્‍સો પકડાયા

જામનગર રોડ ઘંટેશ્વર ૨૦ વારીયા કવાર્ટર પાસે કૈલાશ પાર્ક-૧ માં મહિલાના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.બી.ટી. અકબરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એલ. ગોહિલ તથા કોન્‍સ મુકેશભાઇ સબાડ સહિતના સ્‍ટાફે કૈલાશપાર્ક -૧ માં મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાનમાલીક વિમળાબેન કાળુગીરી ગોસ્‍વામી, ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરના વિલાસબેન મહેશગીરી ગોસ્‍વામી,ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરના કલ્‍પેશ સુરેશભાઇ ડબગરઅને દીલશેરખાન મલ્લુખાન મલીકને પકડી લઇ રૂા. ૨૧,૫૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(3:21 PM IST)