News of Friday, 16th August 2024
મહાનગરપાલિકા દ્વારા સહકારના સહયોગથી વણથંભી વિકાસયાત્રા : નયનાબેન
અટલ સરોવરમાં મેયરના હસ્તે ધ્વજવંદન : વધુ ૨૫ ઇલેકટ્રીક અને ૪૮ સી.એન.જી. બસ દોડાવાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ સરોવર ખાતે મેયર શ્રીમતિ નયનાબેન પેઢડિયાના હસ્તે ધ્વજવંદન યોજાયેલ. આ પ્રસંગે કમિશનર દેવાંગ દેસાઇ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેડિંગ ચેરમેન જયમીન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ તા. ૧૬ : ગઇકાલે તા. ૧૫મી ઓગષ્ટના દિવસે મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વના અવસરે રાષ્ટ્રગીતના ગાન સાથે મેયર નયનાબેન પેઢડિયાએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી.
સ્વાતંત્ર્ય પ્રસંગે મેયર નયનાબેન પેઢડિયાએ ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી ૧૫ મી ઓગસ્ટ-૧૯૪૭ના રોજ સ્વતંત્રતા મળી ત્યારથી આ દિવસને આપણું રાષ્ટ્ર 'સ્વાતંત્ર્ય દિવસ' તરીકે ગૌરવભેર ઉજવે છે.
લોકતાંત્રિક શાસન પ્રણાલીના પરિણામ સ્વરૂપે આજે આપણો ભારત દેશ વિશ્વભરમાં આદરપૂર્ણ ઉચ્ચ સ્થાન હાંસલ કરી શકયો છે. ડબલ એન્જીનની સરકાર દ્વારા ગુજરાતમાં અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેકટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઇ રહ્યા છે, નિઃશંકપણે એમ કહી શકાય છે કે, ભારત હવે 'ન્યુ ઇન્ડિયા' બની રહ્યું છે.
મેયરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકારના અવિરત સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાએ પણ વિકાસની હરણફાળ ભરેલ છે. સાથોસાથ વણથંભી વિકાસયાત્રા સતતપણે જાળવી રાખેલ છે.
વધુમાં શ્રી નયનાબેનએ શહેરમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરએ તબીબી ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. તાજેતરમાં જ અત્યાધુનિક 'એઈમ્સ' હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવેલ છે જેનો લાભ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકોને મળે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલ-ફયુઅલ આધારિત બસને સી.એન.જી. બસ તથા ઇલેકિટ્રક બસમાં તબદિલ કરવામાં આવેલ છે હાલમાં, શહેરમાં ૯૯ ઇલેકિટ્રક બસ અને ૫૨ સી.એન.જી.ફયુઅલ આધારિત બસ કાર્યરત છે. આગામી સમયમાં વધુ ૨૫ ઇલેકિટ્રક બસ અને ૪૮ સી.એન.જી. ફયુઅલ આધારિત બસ કાર્યરત કરવામાં આવનાર છે.
શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, સ્ટ્રીટલાઈટ, રસ્તાકામ વગેરે પ્રાથમિક સુવિધાના કામો પણ ગતિમાં છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જુદા જુદા સ્થળોએ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. તેમાં, મુખ્યત્વે કાલાવડ રોડ, કટારિયા ચોક ખાતે 'આઇકોનીક બ્રિજ'નો સમાવેશ થાય છે.
શહેરની રોજબરોજની સફાઈમાં મદદરૂપ થતાં, સફાઈ કર્મચારીઓના હિતમાં લોકભાગ્ય નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં, પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવનાર છે. તેમજ ભરતીના નિયમોમાં વય મર્યાદામાં સુધારો કરી વય મર્યાદા ૪૦ વર્ષથી વધારી ૪૫ વર્ષનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયથી સફાઈ કામદારની ભરતી માટે અગાઉની ભરતી જાહેરાતના અનુસંધાને અરજી કરેલ ઉમેદવારોને લાભ થશે. પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૨ જુલાઇ થી તા.૧૩ ઓગષ્ટ દરમ્યાન વોર્ડ વાઈઝ 'લોક દરબાર'નું સફળ આયોજન કરવામાં આવેલ. લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થયેલ કુલ-૧૫૪૭ ફરિયાદોમાંથી રાજકોટ મહાનગરપાલિકાને લગત ૭૫૬ ફરિયાદોનો મહાનગરપાલિકા તંત્ર દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.
મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના પ્રજાજોગ શુભેચ્છા સંદેશ બાદ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર વાઘેલા સુભાષભાઈ મોહનભાઈ, નારોલા ગીતાબેન અશોકભાઈ, સોઢા ચંપાબેન મોહનભાઈ, પરમાર રમાબેન હસમુખભાઈ, પરમાર વિજયભાઈ નારણભાઈ અને વાઘેલા શ્રવણભાઈ ભીમાભાઈનું મેયર સહિતના મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
'સ્વાતંત્ર્ય પર્વ'ની ઉજવણી સમારોહ બાદ સ્માર્ટ સીટી વિસ્તારમાં બનાવવામાં આવેલ 'અટલ સરોવર' ખાતે ૨૩૦ ફૂટ ઊંચાઈના મોન્યુમેન્ટલ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમારોહમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સીધ્ધપુરા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, એસ્ટેટ સમિતિના ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરિયા, કોર્પોરેટરો ડો. નેહલ શુકલ, નરેન્દ્રભાઈ ડવ, રૂચીતાબેન જોષી, ડો. અલ્પેશભાઈ મોરઝરીયા, જયોત્સનાબેન ટીલાળા, દક્ષાબેન વસાણી, મંજુબેન કુંગસીયા, કીર્તીબા રાણા, રાણાભાઇ સાગઠીયા, બીપીનભાઈ બેરા, દુર્ગાબા જાડેજા, મીનાબા જાડેજા, જયાબેન ડાંગર, આશાબેન ઉપાધ્યાય, ભારતીબેન મકવાણા, પરેશ આર. પીપળીયા, જીતુભાઈ કટોડીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, વિનુભાઈ સોરઠીયા, ડો. દર્શનાબેન પંડ્યા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, ભારતીબેન મકવાણા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, સુરેશ વસોયા, કુસુમબેન ટેકવાણી, શિક્ષણ સમિતિ સભ્ય રસિકભાઈ ભદ્રકિયા, સંગીતાબેન છાયા, હિતેશભાઈ રાવલ, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા, પૂર્વ કોર્પોરેટર જે.ડી. ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનીસીપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, આસી. કમિશનર સમીર ધડુક, એન. કે. રામાનુજ, ભરત કાથરોટીયા, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, સીટી એન્જી. પી.ડી.અઢિયા, કુંતેશ મહેતા, અતુલ રાવલ, બી. ડી. જીવાણી, કે. પી. દેથરીયા, ડાયરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન ડો. આર.કે. હિરપરા, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો. લલિત વાંજા, સીટી ટી.બી. ઓફિસર ડો. પરેશ કડિયા, સેક્રેટરી એચ. પી. રૂપારેલીયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજિયાણી ડેપ્યુટી સેક્રેટરી ડી.એન. જેસડીયા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિ.ડી. ઘોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન એચ.જી. મોલિયા, મેનેજર વત્સલ પટેલ, રાજીવ ગામેતી, ભૂમિ પરમાર, લેબર ઓફિસર એ.એસ. વોરા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારિયા, ઈ.ચા. મેનેજર ફાલ્ગુની કલ્યાણી, નીલેશ કાનાણી, લાઈબ્રેરીયન નરેન્દ્ર આરદેસણા, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, નાયબ કાર્યપાલક ઈજનેર હરેશ સોંડાગર, અમિત શાહ, એમ.ડી. ગાવિત, આર.બી. સોલંકી, એમ.આર. શ્રીવાસ્તવ, ભરત બોલાણીયા, એસ.બી. છૈયા, શૈલેશ સીતાપરા, ધીરેન કાપડિયા, વિજય ગોહેલ, વ્રજેશ ઉમટ, હિરેન ખખ્ખર, સ્ટેશન ઓફિસર અમિત દવે, શૈલેશ નડીયાપરા તથા ફાયર બ્રિગેડના જવાનો, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, અજય પરસાણા, વોર્ડ ઓફિસર મહેશ મુલીયાણા, રાજેશ ચત્રભુજ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી તથા શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.
સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે સંકલ્પ કરીએ...
. દર વર્ષે એક વૃક્ષ વાવી, તેનું જતન કરીશ.
. પાણીનો બિનજરૂરી ઉપયોગ અટકાવીશ.
. પ્રતિબંધિત પોલીથીન-પ્લાસ્ટીકનો ઉપયોગ કરીશ નહી.
. જાહેર સાહસો તથા મિલકતોને નુકસાન પહોંચાડીશ નહી.
. કચરો કચરાપેટીમાં જ નાખીશ.
. ભારત દેશ વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત' બને તે માટે હું મારા પુરતા પ્રયત્નો કરીશ.
(3:33 PM IST)










