<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી- ડેસર ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી

યુનિવર્સીટીના કુલપતિ શ્રી અર્જુનસિંહ રાણા અને અતિથીઓના હસ્તે ખેલાડીઓનું સન્માન

રાજકોટઃ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી,ડેસર ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમ્યાન મુખ્ય અતિથિ શ્રી મનસુખભાઈ પટેલ,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રાંત સહ સેવા પ્રમુખ તેમજ રાજુભાઈ ગઢવી હાજર રહી તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી. આ અવસરે, દેશની આઝાદી માટે જીવન સમર્પિત કરનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી તેમને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા તેમજ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રો.ડો.અર્જુનસિંહ રાણાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે સાધેલા સર્વાંગીક વિકાસની રૂપરેખા આપી. માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ  અને ગૃહમંત્રી - રમત ગમત તેમજ યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી અનેક વિધ-આયામોની વિકાસની રૂપરેખા આપેલ હતી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ કક્ષાએ ભાગ લીધેલ વિદ્યાર્થીઓને બિરદાવી તેમને મેડલ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.  મુખ્ય અતિથિ શ્રી મનસુખભાઈ પટેલે  ૭૮ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રના નિર્માણમાં શિષ્તબધ્ધ રીતે જુદા જુદા સારા કાર્યોમાં આપની ભાગીદારી વધે તેવું જણાવ્યુ હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ભકિત માં રંગાઈને  વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.પ્રો.અર્જુનસિંહ રાણાના માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વાય.પી.જોષી,રજીસ્ટ્રાર શ્રી મનીષભાઈ રાવલ, ડે.રજીસ્ટ્રાર, શ્રી નિશાંત ઓઝા, પરીક્ષા નિયામક, તેમજ યુનિવર્સિટીના શૈક્ષણિક અને  બિન શૈક્ષણિક તમામ કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા

(3:35 PM IST)