તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
મનપા દ્વારા આયોજનઃ ઠાકર-વાળાની જાહેરાત :જન્માષ્ટમી અંતગત હર હર મહાદેવ શિવ આરાધના-ડાયરોઃ મુખ્ય ચોકને લાઇટથી શણગારાશે

રાજકોટ તા. ૧૬ :.. આગામી જન્માષ્ટમી તહેવાર અને શ્રાવણ માસ નિમીતે રાજકોટ શહેરમાં હર હર મહાદેવ શિવ આરાધના તેમજ ડાયરો તથા શહેરના મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના સંયુક્ત યાદીમા જણાવ્યું છે કે, આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે શહેરમાં હર હર મહાદેવ શિવ આરાધના તેમજ ડાયરો યોજવામાં આવશે. આ લોક ડાયરામાં લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવશે. આ કાર્યક્રમની રોનક વધારવા માટે શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોર્ને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
(3:38 PM IST)










