<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જન્માષ્ટમી સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે તિર્થરાજસિંહ ગોહિલ : યાત્રા સંયોજક બંકિમ મહેતા

યાત્રાના સહસંયોજક તરીકે મનીષ બેચરા : ત્રણેય પદાધિકારીઓને વિહિપનો આવકાર

રાજકોટ તા. ૧૬ : વિ.હિ.૫. દ્વારા વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો સાથે સૌથી મોટી અને દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે તિર્થરાજસિંહ ગોહીલ, યાત્રાના સંયોજક તરીકે બંકીમભાઈ મહેતા અને યાત્રાના સહસંયોજક તરીકે મનીષભાઈ બેચરાની વરણી કરવામાં આવી છે.

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે મુળ ત્રાપજના યુવા સામાજીક અગ્રણી તીર્થરાજસિંહ ગોહીલની વરણી કરવામાં આવી છે. તેઓ બહુમુખી પ્રતિભા છે. શ્રી શુભલક્ષ્મી ક્રેડીટ કો.ઓપ. સોસા. રાજકોટ, ભાવનગર, જામનગરના ચેરમેન છે. સામાજીક ક્ષેત્રે શ્રી રજપુત કરણી સેના રાજકોટ શહેરના પ્રમુખ છે. વ્યવસાય ક્ષેત્રે શુભમ એન્ટરપ્રાઈઝ, શુભમ કન્સ્ટ્રકશન, સીવાના ફુડસ, જાપરા ફુડ, મોહનેશ્વર વર્લ્ડ વિઝન, કલ્પવૃક્ષ બિલ્ડર, બ્લેક પાઈથન પ્રા. લી., શીવ શકિત ઈન્દ્રા, એન. જી. સેફ ઈન્ટરનેશનલ પ્રા. લી. સાથે સંકળાયેલા છે.

આ રથયાત્રાનું સુપેરે સંચાલન થાય તે માટે દર વર્ષે અલગ-અલગ જવાબદારીની ફાળવણી કરી રથયાત્રાને વધુને વધુ સફળતા અપાવવા પ્રયાસો કરવામાં આવે છે. આ યાત્રાના સંયોજક તરીકે બંકીમભાઈ મહેતાની વર્ષ ૨૦૨૪ માટે વરણી કરવામાં આવી છે. આટકોટ સ્થિત ખૂબ જાણીતી એવી કે. ડી. પરવાડીયા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ બંકીમભાઈ મહેતા રાજગોર બ્રાહમણ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી પણ વહન કરી રહ્યાં છે. વાસુકી ગ્રુપ ઓફ કંપનીઝના નામથી બહોળો વ્યવસાય ધરાવતા બંકીમભાઈ આ વર્ષે યાત્રાના સંયોજક બનતા દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમીની શોભાયાત્રા કાંઈક વિશેષ - સવિશેષ બની રહેશે એ નકકી છે. આ ઉપરાંત યાત્રાના સહસંયોજકો તરીકે આર.એસ.એસ. ના સ્વયંસેવક તથા વિવિધ સામાજીક ક્ષેત્રે કામ કરતા મનીષભાઈ બેચરા ની નિમણુંક કરવામાં આવી છે.

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પદે તીર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ) યાત્રાના સંયોજક તરીકે બંકીમભાઈ મહેતા, સહસંયોજક તરીકે મનીષભાઈ બેચરાની વરણી કરવામાં આવતા માર્ગદર્શકો સર્વશ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્સવ સમિતિના અધ્યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), શોભાયાત્રાના અધ્યક્ષ વિજયભાઈ વાંક, મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્ચાર્જ કૃણાલભાઈ વ્યાસ, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાધ્યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.૫. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષભાઈ વ્યાસ તથા પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા છે. તેમ પ્રેસમીડીયા ઈન્ચાર્જ પારસ શેઠ યાદીમાં જણાવાયું છે.

(3:40 PM IST)