News of Friday, 16th August 2024
મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચકાસણી બેકરી આઇટમો વાસી- અખાદ્યઃ ૬૦ કિલોનો નાશ
માર્વેલશ બેકરી- પાટીદાર ચોક ખાતેથી એકસપાયરી- પડતર ખાદ્ય જથ્થો ઝડપાયોઃ ૧૬ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ તા.૧૬: મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો- વિક્રેતાઓને ત્યાં ચેકીંગ હાથ ધરી ૬૦ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે ૧૬ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી. જયારે કુકી, ચીઝ બ્લેન્ડ, પનીર સબ્જી, ફરાળી પેટીસના નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ મુકામે આવેલ ‘‘માર્વેલસ બેકરી'' ની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બેકરી પ્રોડક્ટસનો જથ્થો એક્સપાયરી-પડતર વાસી મળી આવતા કુલ મળીને -૬૦ કિ.ગ્રા. બેકરી પ્રોડક્ટસનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. વિશેષમાં પેઢીને સ્થળ પર યોગ્ય હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્યચીજો પરના લેબલ પર FSSA-૨૦૦૬ અન્વયે લેબલિંગ પ્રોવિઝન મુજબ વિગતો દર્શાવવા તેમજ પેઢીએ મેળવેલ ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ડ્રાય ફ્રૂટ કુકીઝનું સેમ્પલ લેવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ મુકામે આવેલ ‘‘રાજ સેન્ડવિચ'' પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતી ગયેલ ઠંડાપીણાંની બોટલ ૧૦ લિટર તથા વાસી સેન્ડવિચ ૫૦૦ ગ્રામ નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મવડી ચોકડી થી બાપસીતારામ સર્કલ તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૬ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૩૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં બાલાજી ઘૂઘરા, ખોડલ ડાઈનિંગ હોલ,આશાપુરા કેળા વેફર્સ સેલવાસ મદ્રાસ કાફ, બાલાજી ચાઇનીઝ પંજાબી, સીતારામ સુપર માર્કેટ, ગિરિરાજ દાળપકવાન , ક્રિષ્ના વડાપાઉં, જય અંબે નાસ્તા ગળહ, જય ખોડિયાર બેકરી, ડિલાઇટ ફૂડ પોઈન્ટ , ક્રીમ ફ્રેશ નેચરલ આઇસ્ક્રીમ, રાની ઓઇલ ,ઠાકોર સુપર માર્કેટ, શિવ ફરસાણ માર્ટ અક્ષર દાળપકવાન સહિત ૧૬ને લાઇસન્સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ (૨૦૦ GM PKD): સ્થળ- માર્વેલસ બેકરી, રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ. CROPINO’ CREAMY CHEESE BLEND (1KG PKD. POUCH):: બર્ગેરીટો ફાસ્ટ ફૂડ, શોપ નં. ૧, G.F., માધવ વાટિકા, સોજીત્રા નગર, રૈયા રોડ, રાજકોટ. નીર ટકાટક સબ્જી (પ્રિપેર્ડ- લુઝ):અંજલી રેસ્ટોરન્ટ, G ૨૮ શ્રી સદગુરુ તીર્થધામ, રૈયા રોડ, રાજકોટ. ફરાળી પેટીસ (લુઝ): જલારામ નમકીન, તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ, ખાતેથી ૪ નમુના લેવામાં આવ્યા છે
(4:02 PM IST)










