News of Friday, 16th August 2024
આ તો કેવુ સ્માર્ટ સીટી? અડધા રાજકોટમાં સફાઇના ધાંધીયા
મેયરનો લોકદરબાર પુર્ણઃ નાગરિકોના ૧પ૦૦ થી વધુ પ્રશ્રોઃ ઉકેલ કયારે? : સોસાયટીમાં ટીપરવાન આવતા નથીઃ વોર્ડ નં. ૧૮ માં રોડ-રસ્તા, ગેરકાયદે બાંધકામોનો લોક આક્રોશઃ દુષિત પાણીની સમસ્યાઃ ૭પ૬ પ્રશ્નો હલ થયાનો શાસકોનો દાવો

રાજકોટ તા. ૧૬ :.. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૮ માં મેયરશ્રી તમારા દ્વારે લોક દરબારમાં કુલ ૧પ૦૦ થી વધુ પ્રશ્નો રજૂ થયા હતાં. જેમાંથી અર્ધા જેટલા પ્રશ્નો તો સફાઇના ધાંધ્ીયાના આવતા સ્માર્ટ સીટીમાં અડધી સમસ્યા તો ગંદકી અને સફાઇમાં બેદરકારીની હોવાનું ચીત્ર ઉપસ્યુ છે. લોક દરબારમાં કુલ ૧પ૪૭ પ્રશ્નો પૈકી ૭પ૬ પ્રશ્નોનો નિકાલ થયાનો શાસકોએ દાવો કર્યો છે.
મેયર શ્રી તમારે દ્વારે ‘લોક દરબાર' કાર્યક્રમ તા. ૨૨ જુલાઇન તી ૧૩ ઓગસ્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નં.૧ થી ૧૮માં કુલ પેન્ડીંગ રહેલા પ્રશ્નો ૭૯૧ છે. જે પૈકી ૬૩ પ્રશ્નો રાજકોટ મહાનગરપાલિકા સિવાયના અન્ય વિભાગો જેવા કે, પી.જી.વી.સી.એલ., કલેકટર કચેરી, નેશનલ હાઈવે, રૂડા, શહેર પોલીસને લગત હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે તેમજ પેન્ડીંગ રહેલા ૭૨૮ પ્રશ્નોમાં મુખ્યત્વે ગત તા.૧૨ અને તા.૧૩મી ઓગષ્ટના રોજ યોજાયેલ ઙ્કલોક દરબારઙ્ઘના મહત્તમ પ્રશ્નો છે તે ઉપરાંત ડામર રોડ કરવા, મેટલીંગ રોડ કરવા, પેવીંગ બ્લોક નાખવા, રીપેર કરવા, વરસાદી પાણી ભરાવા, ડ્રેનેજ લાઈન નવી નાખવા, નવી આંગણવાડી બનાવવી, નવા ગાર્ડન બનાવવા,ᅠકોમ્યુનિટી હોલ, સહિતના પ્રશ્નો નિરાકરણ કરવામાં આવશે.
‘મેયરશ્રી તમારા દ્વારે...' ‘લોક દરબાર'નો વોર્ડ વાઇઝ બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધેલ. આ ‘મેયરશ્રી તમારા દ્વારે...' ‘લોક દરબાર'માં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, લગત વિધાનસભાના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, લગત વોર્ડના કોર્પોરેટરો, લગત ઝોનના નાયબ કમિશનર, સિટી એન્જીનીયર, આસી. કમિશનર, પર્યાવરણ ઇજનેર, આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ., લગત વોર્ડના ᅠવોર્ડ એન્જીનીયર, નાયબ પર્યાવરણ ઇજનેર, દબાણ હટાવ અધિકારી, એ.ટી.પી., રોશની વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, વોર્ડ ઓફિસર, ગાર્ડન સુપરવાઇઝર, સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા અન્ય અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.

(4:12 PM IST)










