<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

સથવારો ફાઉન્‍ડેશન દ્વારા રવિવારે ખાદ્યવસ્‍તુઓનો વિતરણ કાર્યક્રમ

સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઇ રાજદેવની આજીવન પ્રેરણાથી કોર્પોરેટર કેતન પટેલનું સેવામય આયોજન રૂા. ૧૦માં ૬ વસ્‍તુઓ તેલ ૧ લીટર, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ખાંડ ૫૦૦ ગ્રામ, મેંદાનો લોટ ૫૦૦ ગ્રામ, ચોખાના પૌવા ૫૦૦ ગ્રામ, મકાઇના પૌવા ૫૦૦ ગ્રામ અપાશે : જેનો ૧૦ હજાર પરિવારો લાભ લેશે

રાજકોટ તા. ૧૬ : જન્‍માષ્ટમી પર્વ નિમીતે શ્રી સથવારો ફાઉન્‍ડેશન દ્વારા સતત ૩૪ માં વર્ષે ૧૦ હજાર પરિવાર માટે ફકત રૂા. ૧૦ માં ટોકન દરે જીવન જરૂરીયાતની ખાદ્ય વસ્‍તુઓ વિતરણ કાર્યક્રમ આ વખતે તા. ૧૮ના રવિવારે યોજાયેલ છે. જેમાં  તેલ ૧ લીટર, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ખાંડ ૫૦૦ ગ્રામ, મેંદાનો લોટ ૫૦૦ ગ્રામ, ચોખાના પૌવા ૫૦૦ ગ્રામ, મકાઈના પૌવા ૫૦૦ ગ્રામ આપવામાં આવશે. માતળ શ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી સથવારો ફાઉન્‍ડેશનના કોર્પોરેટર કેતન પટેલનું સેવામય આયોજન છે.

સૌરાષ્‍ટ્રની જાણીતી સેવા સંસ્‍થા સથવારો ફાઉન્‍ડેશન દ્વારા માતળ શ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી તેમજ પ્રમુખ કોર્પોરેટર તેમજ રા.મ્‍યુ.કોર્પોરેશનના આરોગ્‍ય સમીતી ચેરમેન કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવળતીઓ છેલ્લા ૩૪ વર્ષથી સતત કરવામાં આવે છે. જેમાં અર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્‍યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્‍યે દવા સહાય, ઈમરજન્‍સી કેસ માટે લોહીની સહાય મહા રક્‍તદાન શિબીરોનું સતત આયોજન, દર વર્ષે અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓને વિનામુલ્‍યે નોટબુક તથા પુસ્‍તક-યુનીફોર્મની સહાય, દર વર્ષે જન્‍માષ્ટમી પર્વ નિમીતે ટોકન ભાવે ચીજ વસ્‍તુ વિતરણ, દર વર્ષે આર્થિક તથા નબળા વર્ગના લોકોને રેકડી, અપંગને ટ્રાઈસીકલ તથા ધાબડા વિતરણ, નવરાત્રી દરમ્‍યાન શહેરની ગરબીની બાળાઓને પ્રસાદ તથા લાણી, આર્થીક રીતે નબળા કુટુંબને પ્રસંગોપાત વાસણો વિનામુલ્‍યે ભાડે આપવામાં આવે છે. દર વર્ષે ઋષી પંચમી નિમીતે કસ્‍તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદ દર વર્ષે માતાના મઢ ચાલીને જતા પદયાત્રીકો માટે રાવટી તથા પ્રસાદ અમરનગર ખાતે, ૨૪ કલાક એમ્‍બ્‍યુલન્‍સ સેવા, હનુમાન જયંતી ઉપર સમસ્‍ત રાજકોટ બટુક ભોજન તથા જીવદયા - ગૌસેવા સહિતની સુપ્રવળતિઓ સતત કરવામાં આવે છે. પ્રર્વતમાન કોરોનાની બીમારીના સમયમાં પણ ૬૦ હજાર જેટલા પ્રાંતીય મજુરો, બાળકો, માટે ટ્રેનની ટીકીટ વ્‍યવસ્‍થા, ભોજન વ્‍યવસ્‍થા, કિટ વ્‍યવસ્‍થા, દવાઓ વગેરે માં પણ સતત ઉપયોગી બન્‍યું હતું. કોરોના સમયગાળા દરમ્‍યાન રાજકોટની મુખ્‍ય લગભગ તમામ સંસ્‍થાઓને સથવારો ફાઉન્‍ડેશન તન, મન, ધન થી ઉપયોગી બન્‍યું હતું હજારો દર્દીનારાયણ દરીદ્રનારાયણને રોકડ સહાય, અનાજ સહાય, ભોજન સહાય, મેડીકલ સહાય સંસ્‍થા દ્વારા કરવામાં આવી હતી, જીવદયા-ગૌસેવાની પણ અનેકવિધ પ્રવળતિઓ સથવારો ફાઉન્‍ડેશન દ્વારા આ કાળમાં કરવામાં આવી છે.

 સથવારો ફાઉન્‍ડેશન દ્વારા સતત ૩૪માં વર્ષે જન્‍માષ્ટમીના પવિત્ર પર્વને-ભગવાન કળષ્‍ણના જન્‍મોત્‍સવને ધામધુમથી, હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જીવન જરૂીરયાતની ખાદ્ય વસ્‍તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ધાટક મહંત શ્રી દેવપ્રસાદ સ્‍વામી, સ્‍વામીનારાયણ ગુરુકુલ રાજકોટ. તેમજ આ સેવા યજ્ઞમાં અમારા આમંત્રણ ને માન આપી ઉપસ્‍થિત રહેનાર દરેક મહાનુભવો તેમજ દરેક દાતાઓ અમારા અતિથી વિશેષ તથા મુખ્‍ય મહેમાન રહેશે. સથવારો ફાઉન્‍ડેશન દ્વારા માતળ શ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી ભવ્‍ય સેવાકીય પ્રવળતિમાં ફક્‍ત રૂા. ૧૦ માં ૬ વસ્‍તુ તેલ ૧ લીટર, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ખાંડ ૫૦૦ ગ્રામ, મેંદાનો લોટ ૫૦૦ ગ્રામ, ચોખાના પૌવા ૫૦૦ ગ્રામ, મકાઈના પૌવા ૫૦૦ ગ્રામ આપવામાં આવશે.

તા. ૧૮ના રવિવાર સવારે ૭ થી ૧૦ કલાકે, ૩ ગુંદાવાડી, મથુરભાઈ રાજદેવ ચોક ખાતે આયોજન કરવામાં આવ્‍યુ છે. અગાઉથી આપેલ કાર્ડ તથા રેશનીંગ કુપન લાવવું ફરજીયાત છે. એક વ્‍યક્‍તિ એકથી વધારે કાર્ડ સાથે લાવશે તે માન્‍ય રાખવામાં આવશે નહિં. ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના વ્‍યક્‍તિને જ વસ્‍તુ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

સમગ્ર આયોજન અંગે સથવારો ફાઉન્‍ડેશનના પ્રમુખ અને રાજકોટ મહાનગર પાલીકાના આરોગ્‍ય સમીતી ચેરમેન કેતન પટેલના માર્ગદર્શનમાં ઉમેશ ભુત, પરેશ વોરા, સુધીર ઠુંમર, રવિ ડાંગર, પ્રશાંત રાયચુરા, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, લલીત મોદી, રશ્‍મીન કાકડીયા, મેહુલ જોબનપુત્રા, વિપુલ માખેલા, શૈલેષ હાપલીયા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી, સુરેશ ચૌહાણ, પ્રદિપ અનડકટ, બકુલ મકવાણા, હિતેષ ડોબરીયા, પ્રદિપ અનડકટ, કૌશલ ધામી, સંજય જોબનપુત્રા, હિરેન ગણાત્રા, સંજય વઘાસીયા તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર આયોજન અંગે ગુંદાવાડી વેપારી મિત્ર મંડળનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.

  તા. ૧૮ રવિવાર

સવારે ૭ થી ૧૦ વાગ્‍યા સુધી

૩-ગુંદાવાડી, મથુરભાઇ રાજદેવ ચોક

(4:13 PM IST)