News of Friday, 16th August 2024
કોઠારીયામાં અસુવિધાઓ અપરંપારઃ ભારે હાલાકી

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮માં સ્થિત કોઠારીયા ગામમાં અસુવિધાઓનો કોઇ જોટો જડે તેમ નથી. રહેવાસીઓને અનેક પ્રશ્ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સ્થાનીકોને ભાંગેલા-તુટેલા તથા ખાડા ખબડાવાળા રસ્તાના કારણે ખુબ જ મુશ્કેલી પડતા તેઓની હાલત કફોડી બની છે. જે અંગે મનપાના સતાધીશોને અનેક રજુઆતો કરવા છતા કોઇ ઉકેલ ન આવતા રોષ વ્યાપી ગયો છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:17 PM IST)










