News of Friday, 16th August 2024
લોકમેળો બાંધવાનું શરૂઃ મંડપ-ઇલેકટ્રીક કાર્યવાહી
ચાલુ કરાઇઃ ર૪ ઓગષ્ટથી અહીં જમાવટ થશે...

રાજકોટઃ શહેરનો જગવિખ્યાત લોકમેળા અંગે કલેકટર તંત્રે તૈયારીઓ શરૂ કરી છે, ટેન્ડરો ફાઇનલ થતા રેસકોર્ષ મેદાન ઉપર મંડપ અને ઇલેકટ્રીક લાઇનની કાર્યવાહી શરૂ કરાઇ છે. સ્ટોલનો-મંડપ-ઇલેકટ્રીકનો માલ-સામાન ઉતરવા માંડયો છે. જો કે આ વખતે ઘણું મોડું હોય રાઉન્ડ ધ લોક મેળો બાંધવાની કામગીરી ચાલશે, ર૪ ઓગસ્ટથી અહિં મેળો ધમધમશે, સાતમ-આઠમ-નોમના દિવસે હૈયેહૈયુ દળાય તેવી ભીડ જામશે, આવતીકાલે તંત્રના ઉચ્ચ અધિકારીઓ મેદાનનું નિરિક્ષણ કરશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:18 PM IST)










