<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

વિદ્યાર્થીઓમાં રહેલાં આંતરિક સત્‍વને ઉજાગર કરવા અમો સંકલ્‍પબદ્ધ છીએઃ માંધાતાસિંહજી

વિદ્યાર્થીના વૈયકિતક વિકાસ માટે કાર્યરત થવું તે વર્તમાન સમયની માંગઃ ડી.પી. દેસાઇ

રાજકોટ તા. ૧૬: રાજકુમાર કોલેજ, રાજકોટના ધી ઇન્‍વેસ્‍ટિચર સેરેમની-૨૦૨૪માં ઉપસ્‍થિત રાજવીઓ, વિધાર્થીઓ, વાલીઓ, ગુરૂજનોને સંબોધન કરતાં પ્રેસિડેન્‍ટ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ કહ્યું હતું કે, ગુણવત્તા યુક્‍ત શિક્ષણ ઉપરાંત સહ-અભ્‍યાસ પ્રવળત્તિઓનાં માધ્‍યમથી વિધાર્થીઓમાં પ્રથમથી જ રહેલાં આંતરિક સત્ત્વોને ઉજાગર કરીને તેમની મૌલિકતાને યથાયોગ્‍ય ઘાટ આપીને તેમને સક્ષમતા, સર્જનાત્‍મકતા, સ્‍પર્ધાત્‍મકતા, ક્રિયાશિલતા અને કાર્યદક્ષતાના પથ ઉપર પ્રયાણ કરાવવા માટે રાજકુમાર કોલેજ સંકલ્‍પબદ્ધ છે.

વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ સાથે જીવનમાં શ્રેષ્ઠતા માટે જરૂરી તમામ ઙ્કક્રિયાઓ માટે અમો કટીબધ્‍ધ છીએ ત્‍યારે હેડ બોય, હેડ ગર્લ, પ્રી-ફેક્‍ટ્‍સ જેવા મહત્‍વના હોદ્દાઓના માધ્‍યમથી નેતળત્‍વ, પ્રતિબદ્ધતા, સમર્પણ, ટીમવર્ક, નમ્રતા, સૌજન્‍ય, સભ્‍યતા અને પરિપક્‍વતાની ભાવના દાખવીને તમોને પ્રાપ્ત થયેલાં પદ દ્વારા સંસ્‍થાકીય આંતરિક અને બાહ્ય રાજદૂત બનો તેવી શુભકામનાઓ પાઠવું છું

આ પ્રસંગે રાજકોટ મ્‍યુનિસિપલ કમિ‘ર શ્રી ડી. પી. દેસાઈએ કહ્યું હતું કે, રાજકોટ રાજવીના સક્ષમ નેતળત્‍વ તળે કાર્યરત ભારતની આ શ્રેષ્ઠ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકો સાથે વાતચીત કરવાનો મને અવસર મળ્‍યો છે ત્‍યારે એટલું જ કહેવું છે કે, જ્‍યારે શાળા વિદ્યાર્થીની જીવનના ઘડતર માટે પ્રયત્‍નશીલ હોય છે ત્‍યારે વિધાર્થી તરીકે તમે પોતે તમારા જીવનમાં શું કરવા ઇચ્‍છો છો તેની સ્‍વયં સ્‍પષ્ટતા હોવી અતિશય મહત્‍વની બાબત બની જાય છે. સહ અસ્‍તિત્‍વ જીવનની ચાવી છે અને કુદરત પણ આપણને એ જ શીખવે છે એટલે આપણી આસપાસ વ્‍યાપ્ત  પર્યાવરણમાં સ્‍થિત પ્રત્‍યેક અસ્‍તિત્‍વનો આદર કરીને તેના પ્રત્‍યેની આપણી જવાબદારીનો સ્‍વીકાર કરીએ.આપણે સમજણની અખંડ જ્‍યોત પ્રગટાવી શકીએ એવી કામના સાથે આજે કેટલાંક વિદ્યાર્થીઓને વિશેષ ઉત્તરદાયિત્‍વ પ્રાપ્ત થઇ રહ્યું છે તેમને વિશેષ અભિનંદન.

આ સમારોહમાં ૨૦૨૪-૨૫ માટે પ્રિફેક્‍ટોરિયલ એપોઇન્‍ટમેન્‍ટ્‍સ કરવામાં આવી હતી જેમાં માધવ સોલંકી-હેડ બોય, અનિકેત કુહાડા-ડેપ્‍યુટી હેડ બોય, વિભૂતિબા રાણા-હેડ ગર્લ અને હીર વૈ‘વ- ડેપ્‍યુટી હેડ ગર્લના નામની ઘોષણા કરવામાં આવી હતી. તદુપરાંત  નિવાસી, બિન-નિવાસી અને ડે-સ્‍કુલના નિયમિત વ્‍યવસ્‍થાપન હેતુ સિનિયર હાઉસ, લોઅર સિનિયર હાઉસ, ઇન્‍ટર હાઉસ અને જુનિયર હાઉસની મોનીટોરીયલ ટીમોની પણ ઘોષણા કરવામાં આવી હોવાનું રાજકુમાર કોલેજની યાદીમાં જણાવાયું છે

(4:22 PM IST)