News of Friday, 16th August 2024
લાંચ લેતાં પકડાયેલા મનપાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂના રિમાન્ડ પુરા થતાં કોર્ટ હવાલે

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂએ ફાયર એનઓસીના બદલામાં ૩ લાખની લાંચ માંગી અમુક રકમ અગાઉ સ્વીકારી લીધા બાદ બાકીના ૧.૮૦ લાખ સ્વીકારવા જતાં જામનગર એસીબીએ રંગેહાથ છટકામાં ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. આજે બપોર બાદ રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવા તજવીજ થઇ હતી.
(4:47 PM IST)










