તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
કાલે શ્રી રામનાથદાદાને એક સાથે ૧પ ધ્વજા ચડાવવામાં આવશે
કિશોરસિંહજી સ્કુલ ખાતેથી વાજતે-ગાજતે ધ્વજા યાત્રાઃ વાલ્મીકી સમાજ અને દલીત સમાજની દીકરીઓ દાદાની ધ્વજા માથે ચડાવી ધ્વજા યાત્રાની કરાવશે શરૂઆતઃ શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિનું આયોજન

રાજકોટ શહેરમાં રામનાથપરા વિસ્તા૨માં અનેક મંદિર આવેલ છે તેમાં રાજકોટના રાજા સ્વંયભૂ શ્રીરામનાથ મહાદેવ પણ બીરાજમાન છે. જે આજી નદીના પટમાં આશરે ૪૦૦ વર્ષથી બીરાજે છે.
રામનાથ મહાદેવ ધ્વજા રોહણ સમિતિ દ્વારા (૧૭ ) વર્ષ થયા વાજતે ગાજતે રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવે છે. જેની શરૂઆત ૧૭ વર્ષ પુર્વે શ્રી સ્વ.બકુલભાઇ વોરાએ કરેલી. દરમિયાન તાઃ ૧૭ ને શનિવાર રાત્રે ૯.૦૦ કલાકે ધ્વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંંહજી સ્કુલ, કોઠારીયા નાકાથી વાજતે ગાજતે ધ્વજા યાત્રા રાખેલ છે.
યાત્રા સામાજીક સમરસતાનાં માધ્યમ સાથે દલીત સમાજ તથા વાલ્મીકી સમાજના બહેનો દ્વારા દાદાની ધ્વજા માથે ચડાવી શરૂઆત કરે છે. યાત્રામાં એકાવન કરતાં વધારે સામાજીક સંસ્થાઓ જોડાય છે.
યાત્રા દરેક વ્યકિત ધર્મધ્વજની પાછળ ચાલીને યાત્રા સંપન્ન કરે છે. ડી.જે.માં શિવજીનાં ભજનો વગાડવામાં આવે છે, આ યાત્રામાં મુખ્ય ધ્વજા ઉપરાંત આ વખતે એકી સાથે ૧પ ધ્વજા ચડાવવામાં આવશે. જેમા બ્રાહ્મણ સમાજ, વણકર સમાજ, ખાટ સમાજ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાજી મીત્ર મંડળ, નેપાળી સમાજ, ગૌરક્ષા દળ રાજકોટ, ભરતભાઈ ત્રિવેદીદલિત સમાજ, શ્રી બાલકળષ્ણ ગળપ, થેલેસીમીયા સોસાયટી, કનૈયા ગ્રુપ, આઝાદ હનુમાન ગળપ, મહાદેવ ગળપ તથા કેયા શાહ, ખંજનભાઈ, કમલેશમાઈ મણીયાર, વિજયમાઈ ઝાલા,કૌશીકભાઈ દવે,ભાવીનભાઈ સોની પરિવાર સાથે રામનાથદાદાની ધ્વજા પણ ચડાવવામાં આવશે. યાત્રાને આર્કષક બનાવવા માટે ભરવાડ સમાજના યુવાનો લાઠીદાવ કરે તે મુખ્ય આકર્ષણ જોવા મળે છે.
યાત્રા કિશોરસિંહજી સ્કુલથી શરૂ થઈ ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા મેઈન રોડ પરથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિરે પુર્ણ થશે. યાત્રાની વિશેષ માહીતી માટે નિલેષભાઈ વોરા મો.નં. ૯૮૨૪૨૮૫૪૫૫, કલ્પેશભાઈ ગમારા ૮૧૨૮૮૮૮૮૩૫, નૈમિષભાઈ મડીયા મો.નં.૯૪૨૮૪૬૪૪૯૪ સંપર્ક કરવો. આ યાત્રાને સફળ બનાવવા માટે ભ૨તભાઈ ત્રિવેદી, વિનય જોષી, કિરીટભાઈ પાંધી, ભ૨તભાઈ મહેતા, વિજયભાઈ પુનવાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં કલ્પેશભાઇ ગમારા, યશભાઇ રાઠોડ, વિનયભાઇ જોષી, રાજુભાઇ ભરવાડ, મીત ગોસ્વામી, જયેશ રામાવત, જેરામભાઇ પ્રજાપતિ, પ્રતિકભાઇ પ્રજાપતિ, રાહુલ ભિમાણી, મિતભાઇ ખખ્ખર, પ્રણવ દવે, પાર્થ કાપડીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૩૯)
(4:29 PM IST)










