<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

રાજકોટ પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ૪૦૦ રેસિડેન્‍ટ ડોક્‍ટર્સની હડતાલઃ બેનર્સ સાથે સુત્રોચ્‍ચાર કરાયાઃ રેલી નીકળીઃ આઇએમએ પ્રેસિડેન્‍ટ પણ જોડાયા

દર્દીઓને હાલાકી ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાયાનો તંત્રવાહકોનો દાવો

રાજકોટઃ કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા તબિબ સાથે બળાત્‍કાર ગુજારી હત્‍યા કરી નાખવાની ઘટનાના દેશભરમાં પડેલા પડઘાના ભાગરૂપે આજે તબિબોએ હડતાલ પાડી છે. જે અંતગર્ત રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલ પીડીયુ મેડિકલ કોલેજના ૪૦૦ જેટલા રેસિડેન્‍ટ તબિબો પણ હડતાલમાં સામેલ થયા છે. તબિબોએ અલગ અલગ બેનર્સ સાથે સુત્રોચ્‍ચાર કર્યા હતાં અને બાદમાં રેલી સ્‍વરૂપે હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં ફરી ત્‍યાંથી ચોૈધરી હાઇસ્‍કૂલ રોડ, આર. વર્લ્‍ડ સિનેમા રોડ થઇ કલેક્‍ટર કચેરી, જામ ટાવર રોડ થઇ ફરી હોસ્‍પિટલે આવી ધરણા કર્યા હતાં. બંગાળની ઘટનામાં ન્‍યાયી કાર્યવાહીની માંગણી સાથે તબિબોએ સુત્રોચ્‍ચાર કર્યા હતાં. આઇએમએ રાજકોટના પ્રેસિડેન્‍ટ પણ તેમને ટેકો આપવા મેડિકલ કોલેજ ખાતે પહોંચ્‍યા હોવાનું જણાવાયું હતું.  આ હડતાલને પગલે સિવિલ હોસ્‍પિટલમાં આવતાં દર્દીઓને અને દાખલ દર્દીઓને તકલીફ ન પડે તે માટે અલગથી વ્‍યવસ્‍થા ઉભી કરી લેવામાં આવી હોવાનો દાવો સત્તાધીશોએ વ્‍યક્‍ત કર્યો હતો. તસ્‍વીરમાં બેનર્સ સાથે રેસિડેન્‍ટ તબિબો જોઇ શકાય છે. જેઓ બાદમાં રેલી સ્‍વરૂપે કલેક્‍ટર કચેરી તરફ રવાના થયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:45 AM IST)