<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

દેવળીયાનો જગદીશ રાજકોટમાં ચોરાઉ બાઇક સાથે પકડાયો

દસ દિવસ પહેલા ચોર્યુ હતું: યુનિવર્સિટીના હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળા, વનરાજભાઇ, મૈસુરભાઇની બાતમી

રાજકોટ તા. ૧૭: વાહનચોરી સહિતના ગુના ડિટેક્‍ટ કરવા અને ભાગતાં ફરતાં આરોપીઓને શોધી કાઢવાની ડ્રાઇવ અંતર્ગત યુનિવર્સિટી પોલીસે પોકેટકોપ એપનો ઉપયોગ કરી વાહન ચોરીનો ગુનો ડિટેક્‍ટ કરી જગદીશ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.૨૦-રહે. દેવળીયા ગામ, દડુભાઇની વાડી ઓલીયા ગામ પાસે તા. સાવરકુંડલા)ને રાજકોટમાં મુંજકા ચોકડી પાસેથી પકડી લઇ તેની પાસેથી રૂા. ૪૦ હજારનું ચોરાઉ બાઇક કબ્‍જે લીધુ છે.

ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળી હતી કે દસ દિવસ પહેલા ચોરાયેલા બાઇક સાથે દેવળીયાનો શખ્‍સ મુંજકા પાસે ઉભો છે. તેના આધારે દબોચી લીધો હતો. તે અગાઉ રાજકોટમાં એમવીએક્‍ટ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો. દસ દિવસ પહેલા જ તેણે રાજકોટમાંથી આ બાઇક ચોરી કર્યુ હતું. સીપી બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ બી. આર. ભરવાડ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. મહિપાલસિંહ, મહેન્‍દ્રસિંહ, ક્રિપાલસિંહ, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ અને બાતમી મળી તેમણે આ કામગીરી કરી હતી

(12:26 PM IST)