<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

લવમેરજ બાદ પતિ છોડીને જતો રહેતાં ચોટીલાની હેતલે રાજકોટમાં ફિનાઇલ પીધું

એક વર્ષ પહેલા લગ્ન બાદ બંને ચોટીલાથી વડોદરા રહેવા જતાં રહ્યા હતાં : હાલ કાકાજી તેણીને રાજકોટની હોસ્‍ટેલમાં મુકી ગયા છેઃ પતિ સચીનગીરી પણ ઝેર પી ગયાનું તેણીને જાણવા મળતાં પ્રેમ મંદિર સામે બગીચામાં જઇ

રાજકોટ તા. ૧૭: ચોટીલાની વતની  અને એક વર્ષ પહેલા ગામના જ યુવાન સાથે લવમેરેજ કર્યા બાદ પતિ સાથે વડોદરા સ્‍થાયી થયેલી પરિણીતા હેતલબેન (ઉ.વ.૨૮) હાલમાં રાજકોટ કાલાવડ રોડ પ્રેમ મંદિર નજીક હોસ્‍ટેલમાં રહેતી હોઇ અહિ સાંજે તેણે પ્રેમ મંદિર પાસે બગીચામાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

હેતલબેને હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું મુળ ચોટીલાની વતની છું. એક વર્ષ પહેલા મેં ગામના જ સચીનગીરી ગોસાઇ સાથે કોર્ટમેરેજ કર્યા છે. એ પછી અમે વડોદરા રહેતાં હતાં. પણ અમારા આ લગ્ન અમારા બંનેના પરિવારજનોને મંજુર નહોતાં. પંદરેક દિવસ પહેલા અમને કાકાજી રાજકોટની હોસ્‍પિટલમાં મુકી ગયા હતાં. અહિથી પતિ જતો રહ્યા બાદ હું   સતત ટેન્‍શનમાં હતી. એ દરમિયાન પતિએ અમદાવાદ તરફ જઇ દવા પી લીધાની જાણ મને કાકાજી તરફથી થઇ હતી. પતિની સાથે જ મારે રહેવુ છે, પણ તેનો કોઇ સંપર્ક થતો ન હોઇ હું ફિનાઇલ પી ગઇ હતી. તેમ વધુમાં તેણીને કહેતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. પગલુ ભર્યુ

(12:31 PM IST)