News of Saturday, 17th August 2024
વોર્ડ નં.૧૬ના વિસ્તારો પેવીંગ બ્લોકથી મઢાશેઃ ખાતમુહુર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૧૬માં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી કોઠારીયા રોડ પર પાલવ આઈસ્ક્રીમથી માનવ ધર્મ આશ્રમ સુધી રૂ.૮.૭૩ પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોશી, વોર્ડ નં.૧૬ના પ્રભારી વરજાંગભાઈ હુંબલ, પ્રમુખ રાજુભાઈ લીલા, મહામંત્રી મનુભાઈ પ્રજાપતિ, શહેર મહિલા મોરચા મહામંત્રી દેવિકાબેન રાવલ, ચાંદનીબેન ગોંડલીયા, હેતલબેન ડાંગર, મનીષાબેન ગોહેલ, દિપાલીબેન પરમાર, સરલાબેન, જીજ્ઞાબેન, પ્રવિણભાઈ કિયાડા, લીનાબેન રાવલ, જીતુભાઈ સીસોદીયા, હિરેનભાઈ ગોસ્વામી, રમેશભાઈ સોરઠીયા, મનોજભાઈ ચાવડા, ધીરૂભાઈ પરસાડીયા, પીયુષ જલુ, અર્જુનભાઈ ડવ, રાજુભાઈ દૂધકીયા, જયદિપભાઈ કાકડીયા, સુરેશભાઈ મેતા, નારણભાઈ હિરપરા, મોન્ટુભાઈ, લાલભાઈ હુંબલ, ઘનશ્યામભાઈ મહેતા ઉપસ્થિત રહેલ.
(2:41 PM IST)










