News of Saturday, 17th August 2024
રક્ષાબંધને મનપાની અનોખી ભેટ : બહેનોને સોમવારે સીટી - BRTS બસમાં નિઃશુલ્ક મુસાફરી
દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજનાના લાભની મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત : વધુમાં વધુ મહિલાઓને લાભ લેવા અનુરોધ

રાજકોટ તા. ૧૭ : મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૧૯ સોમવારના ‘રક્ષાબંધન'ના પવિત્ર તહેવાર નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીઆરટીએસ બસ તથા સીટી બસ સેવા નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
આ અંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરતા જણાવે છે કે, ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક,ᅠસામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામᅠ‘બળેવ' છે.
મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આગામી તા.૧૯ સોમવારના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપે છે.ᅠ‘રક્ષાબંધન'ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. ᅠᅠ
મહાનગરપાલિકાનીᅠ‘રક્ષાબંધન'ના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથાᅠસિટી બસની નિઃશુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને ખાસ અપીલ કરવામાં આવે છે અનેᅠ‘રક્ષાબંધન'ના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવે છે.
(3:49 PM IST)










