News of Saturday, 17th August 2024
શ્રી કામનાથ મહાદેવનો અમૃત મહોત્સવ શાનદાર ઉજવાયો : નગરયાત્રામાં ભાવિકોએ રમઝટ બોલાવી
સદાશીવની પાલખીયાત્રા, લઘુરૂદ્રભિષેક પૂજન, ષોડશોપચાર પૂજન કરાયું : સ્વાતંત્ર્ય દિનના યોગ સાથે શ્રી કામનાથ મહાદેવનું ફૂલેકું રાજમાર્ગો ઉપર ફર્યું

રાજકોટ : અહીંના બેડીનાકા સ્થિત ૧૪૫ વર્ષ પૌરાણિક શ્રી કામનાથ મહાદેવના ૭૫મા પાટોત્સવ દિવસની ઉજવણી કામનાથ મહાદેવના સાનિધ્યમાં ૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ સ્વતંત્રતા દિવસે ઉજવાઇ ગયો. બપોરે લઘુન્દ્રાભિષેક પૂજન, ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. કામનાથ મહાદેવની વરણાગી અને ફૂલેકું કામનાથ મહાદેવના મંદિરથી લઇ પરા બજાર, કાપડ માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, આશાપુરા મંદિર, કોઠારીયાનાકા થઈ ફરી મંદિરે પૂર્ણ થયું, સમગ્ર રાજકોટ શહેર મહાદેવમય બન્યું.
ફુલેકા દરમિયાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળિયાનું પ્રખ્યાત આંબાવાડી કલાવળંદ, શ્રી ભષ્મરમૈયા ભક્ત મંડળ-ઉજ્જૈન (આહલાદક ડમરૂ વાદન), નાસિકના પ્રખ્યાત ઢોલ (સ્ટાર ગ્રુપ), ગડુની સુર - મધુર શરણાઈ વાદન તેમજ અન્ય રાસમંડળીઓ, દીવડા આરતી, અવનવા ફલોટ્સ તથા વિવિધ સ્થળેથી આવેલા પરંપરાગત લોક કલાકારોએ ભાગ લઇ રાસ- ગરબાની રમઝટ બોલાવી હતી.
ધર્મનગરી રાજકોટમાં કલ્યાણકારી કામનાથ મહાદેવની વરણાગી એ રાજકોટવાસીઓ માટે વર્ષોથી શ્રદ્ધા, અને સંસ્કળતિનું પ્રતિક બની રહ્યું છે. છેલ્લા ૭૪ વર્ષથી અવિરત પણે શ્રાવણ સુદ દશમના રોજ શ્રી કામનાથ મહાદેવનું ફૂલેકું વરણાગી રૂપે રાજકોટના રાજમાર્ગો પર નીકળે છે. દરેક જગ્યાએ ભકતોને દાદાના દર્શનનો લહાવો મળે છે. આ ફુલેકામાં બાળકોથી માંડી વળદ્ધો સહિત સહુ કોઈ સામેલ થઈ કોઈ રાસ ગરબા રમતા, કોઈ નૃત્ય કરતા, કોઈ પુષ્પવળષ્ટિ વરસાવતા, કોઈ દાદાને મસ્તક નમાવી આશીર્વાદ લેતા, કોઈ દાદાની પાલખી ઉચકતા, કોઈ કામનાથ મહાદેવની જય બોલાવતા વાતાવરણ શિવવિભોર બન્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા ચા પાણી, નાસ્તો, ઠંડા પીણાની સેવા કરી હતી, સત્ય સનાતન ધર્મનો અહાલેક જગાવતો માનવ મહેરામણ ઉમટી પડેલ. દરેક વ્યક્તિ આ વરણાંગીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. તેમ શ્રી પ્રિયવદન કક્કડ અને શ્રી અવધ કક્કડ દ્વારા જણાવાયું હતું.
શ્રી કામનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા ૨૬ વર્ષથી શ્રી કામનાથ મહાદેવ પ્રેરિત શ્રી બ્રહ્માનંદ સંસ્કળત વેદ પાઠશાળાનું સંચાલન ગુરૂજીશ્રી હર્ષદભાઈ જીવરામભાઈ શાષાીજીની સેવાનીશ્રામાં બ્રહ્મ દેવોને વિનામૂલ્યે સંસ્કળત કર્મકાંડની તાલીમ આપવામાં આવે છે. મંદિર પરિસરમાં વિનામૂલ્ય યોગ, આયુર્વેદ, હોમિયોપેથી અને દરિદ્રનારાયણની સેવા જેવી સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવતી હોવાનું મંદિરના ટ્રસ્ટીશ્રીઓએ જણાવ્યું છે.
(2:55 PM IST)










