<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી

એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે

અજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેન

આ સંબંધોની મહતા સૌ સંબંધોમાં વડી છે

રાખડી એ નથી માત્ર કોઈ સુતરનો કાચો દોરો

ત્રિદેવ,ત્રિદેવીની કળપાની સાક્ષાત નાડાછડી છે

સહોદરી સહોદરને બાંધી રક્ષા યાચે છે સ્‍વરક્ષા

જન્‍મોજન્‍મનાં સંબંધોની અકબંધ આ કડી છે

કશું ય ન આપી શકો તો બહેનને આપજો પ્રેમ

ભાઈનાં આવકારની જ ભૂખી તેની આંખડી છે

સગી ના હોય તો માનેલીને સગી જ માનજો

સતરસો જન્‍મની પુણ્‍ય પ્રસાદી આ વ્‍હાલુંડી છે

સદાચારી બની બહેનને દયો રક્ષાબંધનની ભેટ

કહો, પત્‍ની સિવાયનાં સૌ મા-બહેન-દીકરી છે

                               (મિત્તલ ખેતાણી)

(રાજકોટ,મો. ૯૮૨૪૨૨૧૯૯૯)

કાવ્‍ય સંગ્રહ ‘શબ્‍દ ઘેર આનંદ ભયો'માંથી

(4:24 PM IST)