<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ભૂલકા બનશે કાનુડાઃ કાલે ‘ગોપી-કિશન' અને ‘મેં ભી યશોદા' સ્‍પર્ધા

કોઇ કહેજો કાનુડાને જઇ વાંસળી વગાડે નહિ, કોઇ કહેજો ગોરાંદેને જઇ, નેણલા નચાવે નહિ... ગોપી કિશનમાં કેતન રબારી અને મેં ભી યશોદા સ્‍પર્ધાના સંયોજક તરીકે રાજુ ઝુંઝાઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમ ઇન્‍ચાર્જ પરેશ પોપટ

રાજકોટ, તા., ૧૭: વિશ્‍વ હિન્‍દુ પરિષદ પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ ર્ેદ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મને વધાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું અદકેરૂ આયોજન કરવામાં આવ્‍યું છે. ગત વર્ષે પણ ગોપી-કિશન સ્‍પર્ધાને ખૂબ સુંદર પ્રતિસાદ મળ્‍યો હતો. માટે આ વર્ષે પણ બાળકોને ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મોત્‍સવમાં જોડવા માટે ગોપી-કિશન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત આ વર્ષે નવીનતમ પ્રયાસના ભાગ રૂપે પ્રથમવાર મહિલાઓ માટે ભગવાન કૃષ્‍ણના માતા બનવાનો અવસર પ્રાપ્‍ત થાય તેવી એક સ્‍પર્ધા મેં ભી યશોદાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ ગોપી-કિશન સ્‍પર્ધાના કન્‍વીનર તરીકે વિઝન સ્‍કૂલના કેતનભાઈ રબારી તથા પ્રથમવાર યોજાવા જઈ રહેલ મેં ભી યશોદાના કન્‍વીનર તરીકે રાજુભાઈ જુંજા તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમના ઈન્‍ચાર્જ તરીકે પરેશભાઈ પોપટની નિમણુંક કરવામાં આવી છે.

ગોપી-કિશન સ્‍પર્ધા વિઝન ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલના શ્રી કેતનભાઈના કન્‍વીનર પદે યોજાવા જઈ રહી છે. આ વર્ષે મોટી સંખ્‍યામાં ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશન આવી ચુકયા છે. જાણીતા શિક્ષણવિદ શ્રી કેતનભાઈ છેલ્લા ઘણા વર્ષોથી વિ.હિ.પ. ના અનેકવિધ કાર્યક્રમોમાં પોતાનો સહયોગ આપે છે.

આ વર્ષે પ્રથમવાર એક નવિનતમ પ્રયાસના ભાગ રૂપે ગોપી-કિશન સ્‍પર્ધા સાથે મેં ભી યશોદાનું સહવિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રથમવાર યોજાવા જઈ રહેલ સ્‍પર્ધાના કન્‍વીનર તરીકે સિમ્‍પલ એડ્‍ એન્‍ડ કોમ્‍યુનીકેશનના રાજુભાઈ જુંજાની વરણી કરવામાં આવી છે. આ વખતની જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના સાંસ્‍કૃતિક કાર્યક્રમના ઈન્‍ચાર્જ તરીકે આર.ડી. ગ્રુપના કલા જગતમાં જાણીતા  પરેશભાઈ પોપટની વરણી કરવામાં આવેલ છે.

તેમજ આ વખતે ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્‍સાહક ઈનામ આપવામાં આવશે તથા પ્રથમ, દ્વિતીય, તૃતિય તથા વિશેષ પ્રોત્‍સાહક ઈનામો આપવામાં આવશે જે તમામ ઈનામો એડવોકેટ તથા સમિતિના ઉપાઘ્‍યક્ષ હિમાંશુભાઈ પારેખ તરફથી આપવામાં આવનાર છે.

કાલે તા. ૧૮ ને રવિવારના રોજ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પેડક રોડ, ઉપલા કાઠા ખાતે સવારે ૮-૩૦ થી આયોજીત બાળકોની ગોપી-કિશન સ્‍પર્ધા તથા મહિલાઓ માટેની મેં ભી યશોદા સ્‍પર્ધા નિહાળવા  કરીને બાળકો  સાથે સહપરિવાર હાજર રહેવા માટે રાજકોટની ધર્મ પ્રેમી જનતા તથા સમગ્ર હિન્‍દુ સમાજને સમિતિ દ્વારા આહવાન સહ નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. જન્‍માષ્‍ટમીના નવા પદાધિકારીઓની વરણીને મહોત્‍સવ સમીતીએ આવકારેલ છે.

(3:09 PM IST)