News of Saturday, 17th August 2024
દેશળદેવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બુધવારે રૂા. ૨૦૦માં રાહતદરે ફરસાણ મિઠાઇ વિતરણ

રાજકોટ : શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસ-રજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે દાતા સ્વ. કેશુભાઈ ભગવાનજીભાઈ ચૌહાણના સ્મરણાર્થે ચૌહાણ પરિવારના સહયોગથી તા.૨૧ બુધવારે સવારે ૧૦ કલાકે ફરસાણ-મીઠાઈ કિટનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.
જેમા ૫૦૦ ગ્રામ રજવાડી ચવાણું, ૨૫૦ ગ્રામ તીખા ગાંઠીયા, ૨૫૦ ગ્રામ ભાવનગરી ગાંઠીયા, ૨૫૦ ગ્રામ સકકરપાળા, ૨૫૦ ગ્રામ સેવગુંદી તથા ૫૦૦ ગ્રામ ચોખ્ખા દુધની મીઠાઈ ચોકલેટ બરફી- ટોપરાપાક આ તમામ સામગ્રી ૨૦૦ રૂપિયાની કિટ રાહત દરે વિતરણ કરવામાં આવશે. જેમાં દોઢ કિલો ફરસાણ અને અડધો કિલો ચોખ્ખા દુધની મીઠાઈનો સમાવેશ કરેલ છે, આર્થિક રીતે નબળા પરિવારોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
તા. ૨૧ બુધવાર સવારે ૧૦ કલાકે, સ્થળ : કિશાનપરા અંડરબ્રિજ નજીક પટેલ રેસ્ટોરન્ટ બાજુમાં સીટી સેન્ટર સામે સદગુરૂ માર્કેટ ત્રીજો માળ, રાજકોટ,
આ કાર્યમાં ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર કાનાભાઈ ચૌહાણ ( ૯૪૦૯૨ ૦૦૮૦૦), મોનાલીબેન ચૌહાણ, અરવીંદભાઈ વાઘેલા, નરેન્દ્રભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ચૌહાણ, પ્રિયાંકભાઈ ચૌહાણ, ખિલનભાઈ ભટ્ટી, રતનભાઈ રાઠોડ, દેવાંગભાઈ મકવાણા, કિશનભાઈ તુવેર, નિકુંજભાઈ પરમાર, અશ્વિનભાઈ પરમાર (લાલો), ભાવેશભાઈ હાડા, સંજયભાઈ વાઘેલા, સુનિલભાઈ પરમાર, રાજભાઈ સોઢા, હરપાલભાઈ રાઠોડ, હર્ષદભાઈ હાડા, સાવનભાઈ રાઠોડ, ચેતનભાઈ જાદવ, કરણ વાઘેલા, પ્રણવ ચૌહાણ, મેહુલભાઇ પરમાર, ચૌહાણ અમિતભાઇ જોડાયા છે
(3:45 PM IST)










