News of Saturday, 17th August 2024
તંત્ર સારુ કામ કરે છે તેમ છતાં વિરોધ કેમ : જયમીન ઠાકર

રાજકોટઃ રામનાથ મહાદેવ મંદિર ગેઈટનું મહાનગરપાલિકા દ્વારા કલર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા કામ બંધ કરાવી આ ગેઈટ અમે બનાવેલ છે. તેમ જણાવ્યું હતું. છતાં જયમીન ઠાકરે ગેઈટને કલર તો થશે જ તેમ કહી જણાવેલ કે, કોઈપણ ધાર્મિક સ્થળોનું બાંધકામ અથવા અન્ય ચીજ વસ્તુઓની ખરીદી લોકોના સહકારથી થતી હોય છે. વધુમાં શ્રી ઠાકરે જણાવ્યું હતું કે, અમુક મંદિરનું નિર્માણ પણ અમુક પરિવાર દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર બાદ આ સંપત્તિ લોકોની કહેવાય છે. દાનમાં આપેલ કોઈપણ વસ્તુ ઉપર માલિકી હક્ક જતાવી શકાતો નથી. જ્યારે રામનાથ મહાદેવ મંદિરનો ગેઈટ કોર્પોરેશનની જગ્યા ઉપર બનાવવામાં આવ્યો છે. અને આ ગેઈટ તોડવા નહીં પરંતુ ગેઈટ સારો બને અને આકર્ષક લાગે તે માટે કલર કામ તંત્ર દ્વારા શ રૂ કરવામાં આવ્યું છે. જે સારુ કામ છે છતાં શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ અંતમાં જયમીન ઠાકરે જણાવ્યું હતું.
(3:55 PM IST)










