<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

‘‘ મેરે સંગ સંગ'' સ્‍વાધ્‍યાય પરિવારની યુવા ટીમ શેરી નાટકો યોજી જન્‍માષ્‍ટમી ઉત્‍સવ મનાવશે

શ્રી કૃષ્‍ણના વિચારો જન જન સુધી પહોંચાડવા ૧૦ દિવસ અભિયાન

રાજકોટઃ તા. ૧૭: વૈશ્વિક સ્‍વાધ્‍યાય કાર્યના પ્રવર્તક પહ્મવિભૂષણ પાંડુરંગશાષાી આઠવલે (પૂજનીય દાદાજી) ની પ્રેરણાથી સ્‍વાધ્‍યાય પરિવારનો યુવા વર્ગ શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમીનો ઉત્‍સવ એક અનોખી રીતે ૈજવે છે. ભગવાન શ્રીકૃષ્‍ણના વિચારો સમાજના પ્રત્‍યેક વ્‍યકિત સુધી પહોંચે તે માટે દાદાજીએ યુવાનોને પથનાટયની સંકલ્‍પના આપી.

આજે દાદાજીના સુપુત્રી અને સ્‍વાધ્‍યાય કાર્યની ધુરા સંભાળનારા શ્રીમતી ધનશ્રી શ્રીનિવાસ તળવલકર (પૂજનીય દીદીજી) ના માર્ગદર્શન નીચે પથનાટયના માધ્‍યમથી લાખો યુવાનો દેશવિદેશમાં આ વિચાર લઇને જઇ રહ્યા છે. જન્‍માષ્‍ટમી પથનાટયનો આ પ્રયોગ છેલ્લા ૨૨ વર્ષોથી નિરંતર ચાલી રહ્યો છે.

આ  વર્ષે દેશભરના ૧૫ રાજયોમાં તેમજ ઇંગ્‍લેન્‍ડ,અમેરિકા,કેનેડા, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અખાતના દેશો આવા વિવિધ દેશોમાં પણ યુવાનોની અંદાજે ૨૦,૦૦૦ ટીમો એટલે કે બે લાખથી વધારે યુવાનો મેરે સંગ સંગ આ પથનાટય દ્વારા સોૈને વિચાર કરવા માટે પ્રેરિત કરવાના છે.

વિવિધ ભાષાઓમાં આ પથનાટય ૧૭ ઓગસ્‍ટ થી ૨૬ ઓગસ્‍ટ, ૨૦૨૪ ના સમય દરમ્‍યાન રજૂ કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે કોઇપણ પ્રલોભનો વિના નિરપેક્ષ રીતે પોતાનું શિક્ષણ નોકરી વ્‍યવસાય સંભાળી ને અને આ બધામાંથી સમય કાઢીને આ યુવાનો પથનાટય ભજવવાના છે.

આજે જન્‍માષ્‍ટમી મટકીની ઊંચાઇ કેટલી અને કેટલા થર (લેવલ્‍સ) ઊંચી એને બાંધીશું અને મટકી ફોડવા પર કેટલા લાખોનું ઇનામ મળશે એ વાતો સુધી જ સીમિત  થયી છે. ત્‍યારે આવા વિપરીત કાળમાં સ્‍વાધ્‍યાય પરિવારના યુવાનોનું જન્‍માષ્‍ટમી નિમિતે ભજવાનારૂ આ પથનાટય કંઇ સકારાત્‍મક અને રચનાત્‍મક કરવાનો પ્રયાસ કરે છે

(4:03 PM IST)