News of Saturday, 17th August 2024
કલકતા ડોકટરની હત્યાની ઘટનાના ઘેરા પડઘા રાજકોટ બાર એસો. દ્વારા શોક ઠરાવ પસાર કરાયો
સદગત ડોકટરને શ્રધ્ધાંજલી પાઠવી વકીલો એક કલાક કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહયા

રાજકોટ તા.૧૭: કલકતાના મહિલા ડોકટર ઉપરના દુષ્કર્મ અને હત્યાના દુઃખદ બનાવન વખોડી કાઢી રાજકોટ બાર એસો.એ શોક ઠરાવ પસાર કરીને સદગત ડોકટરને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી. અને આજે ૧૧ થી ૧૨ એક કલાક માટે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહયા હતા.
પુરા ભારત દેશમા હચમચાવી દેનાર રાજકોટ ના ટી.આર.પી.માનવ સર્જીત અગ્નીકાંડમા રાજકોટ બાર એશોસીએશન દવારા પીડીતો વતી કોઈ જ ચાર્જ કર્યા વગર માનવતાનુ અને ફરજનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડનાર રાજકોટ બાર એશો. ફરી એકવાર કલકતા મેડીકલ કોલેજના મહીલા ડોકટર પરના રેપ અને હત્યાના દુઃખદ બનાવ અન્વયે ઈન્ડીયન મેડીકલ એશો. દ્વારા કરવામા આવેલ ઠરાવને રાજકોટ બાર એશો. દ્વારા સર્મથન આપી આ બનાવને સખ્ત શબ્દોમા વખોડી કાઢી સદગત પીડીતાના આત્માને ઈશ્વર શાંતી અર્પે અને તેના પરીવાર ઉપર આવી પડેલ આફત સહન કરવાની શકિત આપે અને ભોગ બનનારના પરીવારને ખરા અર્થમા ન્યાય મળી રહે તે માટે રાજકોટ બાર એશો. દ્વારા ઠરાવ કરી તેની કોપી ઈન્ડીયન મેડીકલ એશો.ને મોકલી આપી આજરોજ તારીખ- ૧૭/૮/૨૦૨૪ના શનીવારના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન એટલે કે એક કલાક સદગતના આત્માને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાજકોટ બાર એશો.ના બાર રૂમમા રાખવામા આવેલ હતો તથા સૌ વકીલ ભાઈઓ તથા બહેનોને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામા ઉપસ્થીત રહેયા હતા અને શ્રધ્ધાંજલીના કાર્યક્રમ અન્વયે ૧૧-૦૦ થી ૧૨-૦૦ એક કલાક માટે કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા હતા.
રાજકોટ બાર એશો. મીડીયાના માધ્યમથી કાયદાના જાણકાર સિવાયના વ્યકિતઓને નમ્ર વિનંતી કરી રહે છે કે નામ. સુપીમ કોર્ટ ના ચુકાદા અનુસાર દુષ્કર્મ ના પીડીતાનુ નામ કે ફોટો ડીકલેર કરવાના હોતા નથી છતા જે લોકો કાયદાના કે નામ. સુપીમ કોર્ટના ચુકાદાના જાણકાર નથી તેવા લોકો જે ડોકટર દિકરી ઉપર રેપ કરી ખુન કરવામા આવેલ છે તે દિકરીનુ નામ તથા ફોટો સોશીયલ મીડીયાના માધ્યમથી કે અન્ય મીડીયાના માધ્યમથી શેર કરવામા આવી રહેલ છે જે કરવું પ્રતીબંધીત છે. આવુ કરનારનો ઈરાદો ખરાબ નથી તે દુઃખદ બનાવ અન્વયે પોતાની લાગણી અને સંવેદના વ્યક્ત કરી રહેલ છે પરંતુ આવા વ્યકિત પીડીતાના નામ અને ફોટા વગર લાગણી અને સંવેદના વ્યકત કરે તેવો રાજકોટ બાર એશો. અનુરોધ કરી રહેલ છે.
(4:05 PM IST)










