News of Saturday, 17th August 2024
દરેક વર્ગ - દરેક ક્ષેત્ર માટે સેન્ટ્રલ બેંકની આકર્ષક લોન - થાપણ યોજનાઓ
MSME - હાઉસીંગ - વ્હીકલ - ગૃહલક્ષ્મી - નાના વ્યાપારીઓ - ગોલ્ડ સહિતની લોન લેવા માટે બેંકના દરવાજા કાયમ માટે ખુલ્લા : સીનીયર સીટીઝન - સુપર સીનીયર સીટીઝન માટે વધુ વ્યાજની થાપણ યોજનાઓ : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા ડીજીએમ (એમએસએમઇ કોર્પોરેટર ઓફિસ) ડો. હિમાંશુ ગુપ્તા, રીજીયોનલ હેડ મુનેશ રાણા સહિતના અધિકારીઓ ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે : બેંકે ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં રૂા. ૮૮૦ કરોડનો નફો નોંધાવ્યો : સમાજના છેવાડા સુધી બેંકની પહોંચ : નાના ઉદ્યોગો - સ્ટાર્ટઅપ - મહિલાઓના ઉત્કર્ષ માટે બેંક કટિબધ્ધ : બેંકની દરેક શાખામાં ફોરેકસના કામકાજ

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ડીજીએમ ડો. હિમાંશુ ગુપ્તા આજે સવારે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા તે સમયની તસ્વીર. તેઓએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે બેંકની વિવિધ યોજનાઓ અને બેંકના કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપી હતી. બેંકનું ફોકસ એમએસએમઇ ઉપર હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ તસ્વીરોમાં સેન્ટ્રલ બેંકના ઉચ્ચ અધિકારીઓ પણ નજરે પડે છે. આ મુલાકાતવેળાએ અકિલાના પત્રકાર શૈલેષ દવે પણ હાજર રહ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા.૧૭ : જાહેરક્ષેત્રની દેશની જુનામાં જુની બેંકો પૈકીની એક એવી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા કે જેની સ્થાપના ૧૯૧૧માં કરવામાં આવી હતી તે બેંક તેના કામકાજમાં અને ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહી છે. સમય સાથે કદમ મિલાવતાં બેંક સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્ર માટે તેનું ઉતરદાયીત્વ નિભાવવા માટે હરહંમેશ સજજ રહે છે. ચાલુ વર્ષે પ્રથમ કવાર્ટરમાં ૧૧૦ ટકાની વૃધ્ધિ સાથે બેંકે રૂા.૮૮૦ કરોડનો જંગી નફો નોંધાવી એક ઐતિહાસીક સિધ્ધિ મેળવી છે. આ બેંકના એમએસએમઈ કોર્પોરેટ ઓફીસના ડીજીએમ ડો.હિમાંશુ ગુપ્તા અને રીજીયોનલ હેડ-રાજકોટ મુનેશ રાણા સહિતના બેંકના ઉચ્ચ અધિકારીઓ આજે સવારે અકિલા કાર્યાલયના મહેમાન બન્યા હતા અને તેઓએ અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા સાથે બેંકની વિવિધ યોજનાઓ, બેંકની સમાજ પ્રત્યેની સેવા, બેંકની પ્રગતિ સહિતની બાબતો અંગે ઉંડાણ પૂર્વક વિચારોની આપ-લે કરી હતી. આ મુલાકાત વેળાએ બેંકના ચીફ મેનેજર આરએસી વિજય મીના, જાગનાથ શાખાના ચીફ મેનેજર અરવિંદ શ્રીવાસ્તવ, સીનીયર મેનેજર રીકવરી સુદેવ શર્મા, બીજા અધિકારી લખવિંદરસિંઘ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
મુંબઈ હેડકવાર્ટર ધરાવતાં બેંકના એમએસએમઈ વિભાગના ડીજીએમ ડો.હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રએ એમએસએમઈનો ગઢ ગણાય છે.આ ઉદ્યોગના ઉત્કર્ષ અને વિકાસ માટે સેન્ટ્રલ બેંક હરહંમેશ તેની સાથે ખભેખભા મિલાવીને ઉભી છે. સરકારના નિતી નિયમોને આધિન રહી કોઈ પણ એમએસએમઈ બેંકનો નાણાંકીય જરૂરિયાત માટે સંપર્ક કરી શકે છે. સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય એ જ બેંકનું સુત્ર છે.
બેંકના ડીજીએમે વધુમાં જણાવ્યું હતુ કે બેંકે પ્રથમ કવાર્ટરમાં ૧૧૦ ટકા વૃધ્ધિ સાથે ૮૮૦ કરોડનો નફો નોંધાવ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ બેંકનું વલણ બદલાયું તે છે. બેંકે દરેક શાખા આવક વધારે તેવો પ્રયાસ કર્યો. વ્યાજ ઉપરાંતની આવક થાય એ માટે પણ પ્રયાસો કર્યા. એટલું જ નહી બેંકે સલામત ધિરાણ કર્યું અને ઓછું જોખમ હોય તેવી લોનો મંજુર કરી. જેના પરિણામે બેંકે સારામાં સારા નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. આ ઉપરાંત બેંકે નાણાંકીય શિસ્ત ઉપર પણ ભાર મુકયો. બેંકે રીકવરી ક્ષેત્રે પણ ધ્યાન કેન્દ્રીત કર્યું. આ બધાં કારણોસર બેંકનો નફો વધ્યો છે.
એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે બેંકે સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્ર માટે વિવિધ પ્રકારની લોન અને થાપણની યોજનાઓ અમલી બનાવી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ બેંકની વિવિધ લોન અને થાપણની યોજનાઓનો ભરપુર લાભ ઉઠાવે. ગૃહ લક્ષ્મી યોજના હેઠળ જો મહિલાનું નામ રજીસ્ટ્રેશનમાં હોય તો વ્યાજમાં રાહત મળે છે એટલું જ નહી ૮૦ વર્ષ ઉપરના સુપર સીનીયર સીટીઝન થાપણ મુકે તો સામાન્ય દર કરતાં ૧ ટકો વધુ વ્યાજ મળે છે. હાલ બેંકનું મહતમ વ્યાજ ૮.૩૫ ટકા છે અને ફીકસ ઉપર તે ૮.૮૦ ટકા વ્યાજ આપે છે. બેંક સરકારની કોઈ પણ યોજનાઓનો અમલ મુકવા માટે સરકાર સાથે જ ઉભી છે.
અન્ય એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે સેન્ટ્રલ બેંકનું કાર્યક્ષેત્ર સૌથી વધુ મધ્યપ્રદેશમાં છે. ગુજરાતમાં પણ સેન્ટ્રલ બેંક નોંધપાત્ર સ્થિતિ ધરાવે છે. મોટા શહેરો ઉપરાંત ગામડે-ગામડે પણ બેંકની વિવિધ શાખાઓ લોકોની સેવા માટે તત્પર હોય છે. સેન્ટ્રલ બેંક પાન ઈન્ડીયા એટલે કે સમગ્ર દેશવ્યાપી કાર્યક્ષેત્ર ધરાવે છે. દેશના પશ્ચિમ વિભાગ ઉપર તેનો હોલ્ડ સૌથી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ટેકનોલોજી ક્ષેત્રે પણ સતત અપગ્રેડેશન કરતી રહી છે. બેંકના કાર્ડમાં વિવિધ ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે જેમ કે એમેઝોન પ્રાઈમનું ફ્રી સબસ્ક્રીપ્શન વગેરે.
(4:06 PM IST)










