News of Saturday, 17th August 2024
શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા સોમવારે દસમો રક્ષાબંધન મહોત્સવ

રાજકોટઃ શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટ ધ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પવિત્ર પર્વે તા. ૧૯ને સોમવારના સાંજે ૪ થી ૭ કવિશ્રી અમળત ઘાયલ કોમ્યુનીટી હોલ, એસ.એન.કે સ્કુલની બાજુમાં, યુનીર્વસીટી રોડ, રાજકોટ. ખાતે સમસ્ત રાજગોર બ્રાહ્મણ પરીવારો માટે રમત-ગમત ક્ષેત્રના રમત વીરોનું સન્માન સાથે જ્ઞાતી અગ્રણીઓનું સન્માન તથા સ્નેહમીલન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમા આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર શ્રી પ્રફુલભાઈ જોષીના હાસ્યોના દરબારનું પણ ભવ્ય આયોજન થયું છે. ર૦ મી રમતવીરોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ સફળ બનાવવા ચેરમેન બંકીમ મહેતા (મો. ૯૯૨૫૪ ૨૨૨૮૮), પ્રમુખ અજય જોષી (અડવોકેટ) મો. ૯૯૨૫૪ ૦૦૦૧૧ ના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.
(4:32 PM IST)










