<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મનપા દ્વારા ર૬મીએ મટકીફોડ સ્‍પર્ધા

પાંચ વિજેતાઓને રોકડ પુરસ્‍કારઃ ભાગ લેવા ઇચ્‍છૂકોએ ર૧ થી ર૩ સુધીમાં ફોર્મ સ્‍વિકારવામાં આવશે

રાજકોટ, તા. ૧૭ : મહાનગરપાલિકા દ્વારા આગામી જન્‍માષ્ટમી તહેવારના અનુસંધાને  તા.૨૬ ના  શહેરની મટકી ફોડ સ્‍પર્ધા યોજાશે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર ૧ થી ૫ વિજેતાઓને રોકડ પુરષ્‍કાર આપવામાં આવશે. તેમજ  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાની  જણાવે છે કે, આગામી જન્‍માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં તા.૨૪ થી તા.૨૮ સુધી શહેરના તમામ મુખ્‍ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૪, શનિવારના   ૅહર હર મહાદેવ શિવ આરાધનૉ કાર્યક્રમ પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે. (૨)તા.૨૫ ના  લોક સાહિત્‍યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા ૅલોકડાયરોૅ પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાશે. તેમજ (૩) તા.૨૬  ના રાજકોટ શહેરની મટકી ફોડ સ્‍પર્ધા યોજાશે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર ૧ થી ૫ વિજેતાઓને રોકડ પુરષ્‍કાર આપવામાં આવશે. મટકી ફોડ કાર્યક્રમ માટે તા.૨૧  થી ૨૩ સવારે ૧૧ થી સાંજે ૦૬ કલાક સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન www.rmc.gov.in પર અને ઓફલાઇન તમામ વોર્ડ ઓફીસ તેમજ સાંસ્‍કળતીક વિભાગ, સેંટ્રલ ઝોન ખાતે વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અને મટકી ફોડ સ્‍પર્ધામાં ભાગ લેવા શહેરીજનોને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ અનુરોધ કર્યો છે.

(4:36 PM IST)